Coronavirus: સ્પેનની એક હોટલમાં સેંકડો લોકો રૂમમાં કેદ છે, કારણ જાણીને હચમચી જશો

એક ઈટાલિયન ડોક્ટરમાં કોરોના વાઈરસની પુષ્ટિ થયા બાદ સ્પેનના કેનરી દ્વીપ ટેનેરિફની એક હોટલને લોક ડાઉન (અવરજવર પર પ્રતિબંધ) કરી દેવાઈ છે. મંગળવારે સ્પેનિશ મીડિયાનો હવાલો આપતા જણાવ્યું કે એચ-10 કોસ્ટા એડીઝે પેલેસ હોટલના સેંકડો મહેમાનોને તેમના રૂમમાં જ ભરાઈ રહેવાનું કહેવાયું છે. આ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ આગળ નિર્ણય લેવાશે. 

Coronavirus: સ્પેનની એક હોટલમાં સેંકડો લોકો રૂમમાં કેદ છે, કારણ જાણીને હચમચી જશો

મેડ્રિડ: એક ઈટાલિયન ડોક્ટરમાં કોરોના વાઈરસની પુષ્ટિ થયા બાદ સ્પેનના કેનરી દ્વીપ ટેનેરિફની એક હોટલને લોક ડાઉન (અવરજવર પર પ્રતિબંધ) કરી દેવાઈ છે. મંગળવારે સ્પેનિશ મીડિયાનો હવાલો આપતા જણાવ્યું કે એચ-10 કોસ્ટા એડીઝે પેલેસ હોટલના સેંકડો મહેમાનોને તેમના રૂમમાં જ ભરાઈ રહેવાનું કહેવાયું છે. આ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યારબાદ જ આગળ નિર્ણય લેવાશે. 

આ ડોક્ટર લોમ્બાર્ડી વિસ્તારથી છે જ્યાં ઈટાલિયન અધિકારી વાઈરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યાં છે. એક પ્રમુખ સ્પેનિશ અખબારે પોલીસ સૂત્રોના હવાલે જણાવ્યું કે સ્વાસ્થ્ય અધિકારીઓએ દ્વીપની ફોર સ્ટાર હોટલમાં મહેમાનોની નિગરાણીનો આદેશ આપ્યો છે. 

હોટલમાં રોકાયેલા એક વ્યક્તિએ મંગળવારે ફેસબુક પર પોતાના રૂમના દરવાજાની નીચે રાખેલી એક નોટની તસવીર પોસ્ટ કરી. જેમાં સૂચના અપાઈ હતી. કહેવાયું હતું કે "અમે દુ:ખ વ્યક્ત કરતા તમને સૂચિત કરીએ છીએ કે સ્વાસ્થ્ય કારણોસર હોટલને બંધ કરી દેવાઈ છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય અધિકારી મંજૂરી ન આપે ત્યાં સુધી તમારે તમારા રૂમમાં રહેવું પડશે."

જુઓ LIVE TV

હોટલમાં રોકાયેલા અન્ય એક અતિથિ જ્હોન ટર્ટને મીડિયાને જણાવ્યું કે તેમણે અને તેમની પત્નીએ આ ચેતવણીવાળી નોટને જોઈ છે. વાઈરસ વિશ્વના અનેક દેશોને પોતાની લપેટમાં લઈ ચૂક્યો છે. સૌથી વધુ મામલા ચીનમાં સામે આવ્યાં છે. જ્યાં અત્યાર સુધીમાં 80,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news