જાણો.... નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

સ્વીડનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ડાયનેમાઈટના સંશોધક ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ (90 લાખ ડોલર)માંથી મળનારા વ્યાજનો ઉપયોગ કરીને રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace) માટે વિશેષ કામ કરનાર વ્યક્તિને આ પુરસ્કાર આપવા જણાવ્યું હતું. તેમણે આ ધનનો ઉપયોગ કરવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 

જાણો.... નોબેલ પુરસ્કારની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ?

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ નોબેલ પુરસ્કારની(Nobel Prize) શરૂઆત 10 ડિસેમ્બર, 1901માં થઈ હતી. એ સમયે રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace)માં અપ્રતિમ યોગદાન માટે સૌ પ્રથમ વખત આ પુરસ્કાર અપાયો હતો. આ પુરસ્કારમાં એ સમયે લગભગ રૂ.5.50 લાખની રકમ આપવામાં આવી હતી. જોકે, સમયની સાથે-સાથે નોબેલ પ્રાઈઝમાં આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવતો રહ્યો છે. વર્ષ 2019ના નોબેલ પ્રાઈઝ માટે દરેક વિજેતાને 9 મિલિયન સ્વિડિશ કોર્નોર ઈનામ તરીકે આપવાનો સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે. 

આલ્ફ્રેડ નોબેલની વિસયતના આધારે થઈ સ્થાપના
સ્વીડનના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ડાયનેમાઈટના સંશોધક ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ (90 લાખ ડોલર)માંથી મળનારા વ્યાજનો ઉપયોગ કરીને રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace) માટે વિશેષ કામ કરનાર વ્યક્તિને આ પુરસ્કાર આપવા જણાવ્યું હતું. તેમણે આ ધનનો ઉપયોગ કરવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. 

આ પાંચ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનારા વ્યક્તિની પસંદગી માટે તેમણે પોતાની વસિયતમાં કેટલીક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 10 ડિસેમ્બર, 1896ના રોજ આલ્ફ્રેડ નોબેલનું અવસાન થયું હતું. ત્યાર પછી તેમની વસિયતના આધારે દર વર્ષે નોબેલનો પુરસ્કાર અપાય છે. 

કોણ હતા આલ્ફ્રેડ નોબેલ?
આલ્ફ્રેડ નોબેલ વિશ્વના મહાન સંશોધક હતા અને તેમણે અસંખ્ય સંશોધન કર્યા હતા. તેમણે પોતાના જીવનકાળમાં પોતે કરેલા વિવિધ સંશોધનોમાંથી કુલ 355 પેટન્ટ પોતાના નામે કરાવી હતી. તેમણે રબર, ચામડું, કૃત્રિમ સિલ્ક જેવી અનેક વસ્તુઓનું સંશોધન કર્યા પછી ડાયનેમાઈટનું સંશોધન કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સંશોધનના પરિણામે સમગ્ર દુનિયામાં વિકાસ કાર્યોને નવી ગતિ અને દિશા મળી હતી. ડાયેમાઈટના વિકાસની પ્રક્રિયામાં તેમને ઘણું નુકસાન પણ થયું હતું તેમ છતાં તેઓ દૃઢ નિશ્ચયી રહ્યા હતા. તેમણે ખતરનાક વિસ્ફોટક 'નાઈટ્રોગ્લિસરીન'નો ઉપયોગ કરીને ડાયનેમાઈટનો સંશોધ કરીને 1867માં ઈંગ્લેન્ડમાં તેના પર પેટન્ટ મેળવી હતી. 

કુલ 590 નોબેલ પ્રાઈઝિઝ
વર્ષ 1901થી 2018 સુધીમાં અત્યાર સુધી 590 નોબેલ અને નોબેલ પ્રાઈઝ ઈન ઈકોનોમિક્સ એનાયત કરાયા છે. જેમાં 908 વ્યક્તિઓ અને 27 સંસ્થાઓને વિવિધ ક્ષેત્રોમાં યોગદાન બદલ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. જેમાંથી ઈકોનોમિક સાયન્સિસમાં નોબેલ મેળવનારાની સંખ્યા 81 છે. 1901થી 2018 વચ્ચે અત્યાર સુધી 52 મહિલાઓ નોબેલ પારિતોષિક જીતી ચૂકી છે.
 
ક્યારે-ક્યારે નોબેલ અપાયો નથી?

  • ફિઝિક્સ(Physics): - 1916, 1931, 1934, 1940, 1942
  • કેમિસ્ટ્રી(Chemistry) : - 1916, 1917, 1919, 1924, 1933, 1940, 1941, 1942
  • મેડિસિન(Medicine) : - 1915, 1916, 1917, 1918, 1921, 1925, 1940, 1941, 1942
  • સાહિત્ય(Literature) : - 1914, 1918, 1935, 1940, 1942, 1943, 2018
  • શાંતિ (Peace) : - 1914, 1915, 1916, 1918, 1923, 1924, 1928, 1932, 1939, 1940, 1941, 1942, 1943, 1948, 1955, 1956, 1966, 1967, 1972

સૌથી વધુ પહેલા વિશ્વયુદ્ધ (1914-1918) અને બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન નોબેલ પારિતોષિક એનાયત કરાયા ન હતા. ગયા વર્ષે જાતિય શોષણના આરોપોના પગલે સાહિત્યનો નોબેલ પારિતોષિક જાહેર કરાયો ન હતો. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news