મહાસત્તા અમેરિકા પણ કોરોનાથી ભયંકર દહેશતમાં, રાષ્ટ્રીય કટોકટી જાહેર

દુનિયાભરમાં કહેર મચાવનારા કોરોના વાઈરસના જોખમના પગલે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઈમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) ની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઈરસની સ્થિતિને લઈને પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યોને આ મહામારીને પહોંચી વળવા માટે 50 અબજ ડોલર આપવામાં આવશે. તેમણે અમેરિકામાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. તેમના સલાહકારો અને જાણકારોએ કહ્યું હતું કે જો સમયસર કોરોનાને રોકવાના પ્રયત્નો ન થયા તો તેનાથી 15 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે. 
મહાસત્તા અમેરિકા પણ કોરોનાથી ભયંકર દહેશતમાં, રાષ્ટ્રીય કટોકટી જાહેર

વોશિંગ્ટન: દુનિયાભરમાં કહેર મચાવનારા કોરોના વાઈરસના જોખમના પગલે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો નિર્ણય લીધો છે. તેમણે અમેરિકામાં નેશનલ ઈમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) ની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઈરસની સ્થિતિને લઈને પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યોને આ મહામારીને પહોંચી વળવા માટે 50 અબજ ડોલર આપવામાં આવશે. તેમણે અમેરિકામાં ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. તેમના સલાહકારો અને જાણકારોએ કહ્યું હતું કે જો સમયસર કોરોનાને રોકવાના પ્રયત્નો ન થયા તો તેનાથી 15 કરોડ લોકો પ્રભાવિત થઈ શકે છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના વાઈરસને કાબુમાં લેવા માટે આ મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આવનારા દિવસોમાં આપણે થોડુંઘણું બલિદાન આપવું પડશે પરંતુ થોડા સમયનો આ ત્યાગ પાછળથી ફાયદાકારક સાબિત થશે. તેમણે કહ્યું કે આગામી આઠ અઠવાડિયા કપરા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 1100થી વધુ લોકો આ વાઈરસની ચપેટમાં આવી ચૂક્યા છે અને 40 લોકોના મોત થયા છે. આવામાં અમેરિકા જેવા વિક્સિત અને સાધન સંપન્ન દેશ માટે પણ આ વાઈરસ મોટો પડકાર બની ગયો છે. આ અગાઉ સ્પેને પણ દેશમાં ઈમરજન્સી જાહેર કરી છે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ટ્રમ્પે કહ્યું કે હું અધિકૃત રીતે દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરું છું. ટ્રમ્પે પોતાના અધિકારીઓના વખાણ પણ કર્યાં. તેમણે કહ્યું કે તેઓ આ ખતરનાક વાઈરસ સામે લડી રહ્યાં છે. નેશનલ ઈમરજન્સી એક્ટ હેઠળ જોગવાઈ છે કે આ રીતે સ્વાસ્થ્ય વિભાગ બજેટની મોટી રકમ સારવાર અને બીમારીની રોકથામમાં ખર્ચ કરી શકે છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં આ વાઈરસે 135,000 લોકોને ભરડામાં લીધા છે અને 4900 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 

ગત સપ્તાહે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બોલસોનારોના સૂચના પ્રમુખને મળ્યા બાદ કહેવાતું હતું કે ટ્રમ્પની પણ તપાસ થવી જોઈએ કારણ કે બોલસોનારોના સહયોગીને પાછળથી કોરોનાથી સંક્રમિત થયા હતાં. બોલસોનારોના પ્રેસ સેક્રેટરીએ ટ્રમ્પ સાથે હાથ મિલાવ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news