કોરોનાની દહેશત: ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં બની લોકપ્રિય, ટ્રમ્પ સહિત દિગ્ગજ નેતાઓએ કર્યુ 'નમસ્તે'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયરલેન્ડના વડાપ્રધાન લિયોવરાડકર સાથે હાથ મિલાવવાની જગ્યાએ તેમને નમસ્તે કરીને અભિવાદન કર્યું. આમ તો પશ્ચિમ દેશોમાં હાથ મિલાવીને અભિવાદન કરવામાં આવે છે.

કોરોનાની દહેશત: ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં બની લોકપ્રિય, ટ્રમ્પ સહિત દિગ્ગજ નેતાઓએ કર્યુ 'નમસ્તે'

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયરલેન્ડના વડાપ્રધાન લિયોવરાડકર સાથે હાથ મિલાવવાની જગ્યાએ તેમને નમસ્તે કરીને અભિવાદન કર્યું. આમ તો પશ્ચિમ દેશોમાં હાથ મિલાવીને અભિવાદન કરવામાં આવે છે. પરંતુ કોરોના જેવી મહામારીથી બચવા માટે હવે ત્યાંના લોકોએ પણ હાથ મિલાવવાનું બંધ કરી દીધુ છે. હકીકતમાં ભારતીય સંસ્કૃતિમાં નમસ્તે કહીને અભિવાદન કરે છે. અને હવે કોરોનાની બીકથી આજે દુનિયાભરના લોકોમાં અભિવાદનની આ જ પદ્ધતિ નમસ્તે લોકપ્રિય બની ગઈ છે. 

મીડિયાએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે તમે હાથ મિલાવવાની જગ્યાએ નમસ્તે કેમ કર્યું? તો તેમણે પોતાની ગત મહિનાની ભારત યાત્રાની યાદ અપાવતા કહ્યું કે હું હાલમાં જ ભારતથી પાછો આવ્યો છું અને મેં ત્યાં કોઈની પણ સાથે હાથ મિલાવ્યાં નથી. નમસ્તે કરવું ખુબ સરળ હોય છે. તમે પણ નમસ્તે કરવાનું પસંદ કરશો. ભારતના લોકો આ મામલે ઘણા આગળ છે. અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકરે એક સાથે નમસ્તે કર્યું. 

નોંધનીય છે કે ટ્રમ્પ ઉપરાંત વિશ્વના બીજા સૌથી મોટા નેતા પણ નમસ્તે કરતા જોવા મળ્યાં છે. જેમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેનુએલ મેક્રોન, અને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ સામેલ છે. 

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ નમસ્તેના વખાણ કરતા  કહ્યું હતું કે હાથ મિલાવવાનું બંધ કરો. તેની જગ્યાએ તમે ભારતીય સંસ્કૃતિનું નમસ્તે પણ કરી શકો છે કે પછી શલોમ કરી શકો છે કે પછી બીજુ ગમે તે કરો પરંતુ હાથ ન મિલાવો. ઈઝરાયેલમાં અભિવાદન માટે શલોમ કરે છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોને પણ નમસ્તે કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ તેમણે સ્પેનના રાજાને નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news