કાશ્મીર પર ઈમરાનનું 'મધ્યસ્થતા કાર્ડ' ફેલ, ટ્રમ્પે કહ્યું, ભારતનું તૈયાર હોવું જરૂરી

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તગડો ઝટકો આપતા કહ્યું કે, જ્યાં સુધી ભારત નહીં ઈચ્છે ત્યાં સુધી હું મધ્યસ્થતા નહીં કરું. 
 

કાશ્મીર પર ઈમરાનનું 'મધ્યસ્થતા કાર્ડ' ફેલ, ટ્રમ્પે કહ્યું, ભારતનું તૈયાર હોવું જરૂરી

ન્યૂયોર્કઃ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું(Imran Khan) મધ્યસ્થતા કાર્ડ ફેલ થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) તગડો ઝટકો આપતા કહ્યું કે, જ્યાં સુધી ભારત નહીં ઈચ્છે ત્યાં સુધી હું મધ્યસ્થતા નહીં કરું. ન્યૂયોર્કમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા અંગે માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કાશ્મીર મુદ્દે ભારત કોઈ પણ દેશની મધ્યસ્થતા સ્વીકારશે નહીં એવું અનેક વખત સ્પષ્ટ કરી ચૂક્યું છે. 

ટ્રમ્પે જણાવ્યું કે, "નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન બંને અમારા મિત્રો છે. હું તૈયાર છું. કાશ્મીરનો મુદ્દે જટિલ છે. જો બંને પક્ષ તૈયાર હોય તો જ હું મધ્યસ્થતા કરીશ." આ મુલાકાતમાં ઈમરાને જણાવ્યું કે, આ એક મોટા સંકટની શરૂઆત છે. અમે આ મુદ્દાના ઉકેલ માટે અમેરિકા તરફ દૃષ્ટિ દોડાવીએ છીએ. 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 નાબૂદ થયા પછી કાશ્મીરના મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે, આ અમારો આંતરિક મુદ્દો છે અને અમે તેના માટે કોઈ પણ દેશની મધ્યસ્થતા સ્વીકારીશું નહીં. આ મુદ્દાનો ઉકેલ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટોથી જ આવી શકે એમ છે. સાથે જ ભારતને તેના આ વલણ પર દુનિયાના અનેક દેશોનું સમર્થન મળી ચૂક્યું છે. ત્યાં સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ અનૌપચારિક બેઠકમાં જણાવી દીધું હતું કે, કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. તે આ મુદ્દે હસ્તક્ષેપ કરી શકે નહીં. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news