અમેરિકાના ડેનવરમાં સ્કૂલમાં શૂટઆઉટઃ 1 વિદ્યાર્થીનું મોત અને 7 ઘાયલ

પોલીસ સત્તાવાળાએ જણાવ્યું કે, એક પુખ્ત અને એક સગીર વયની શંકાસ્પદ વ્યક્તિની આ ગોળીબારના સંદર્ભમાં ધરપકડ કરી લેવાઈ છે 
 

અમેરિકાના ડેનવરમાં સ્કૂલમાં શૂટઆઉટઃ 1 વિદ્યાર્થીનું મોત અને 7 ઘાયલ

ડેનવર(યુએસએ): અમેરિકાના કોલોરાડો રાજ્યના સબ-અર્બન વિસ્તાર ડેનવરની સ્કૂલમાં આજે થયેલા એક અંધાધૂધ ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે જ્યારે 7 વિદ્યાર્થી ઘાયલ થયા છે. પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિ કે જેમાં એક પુખ્ત વયનો અને એક સગીર વયનો પુરુષ છે તેની ધરપકડ કરી છે. 

આ શહેરમાં આવેલી STEM School HIghlands Ranchમાં લગભગ બપોરે 2.00 કલાકે અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ સ્કૂલમાં 1800 બાળકો અભ્યાસ કરે છે. શેરીફ સ્પર્લોકે જણાવ્યું કે, શૂટર્સ સ્કૂલના અંદર ઘુસી ગયા હતા અને જ્યાં વિદ્યાર્થીઓ ટોળે વળીને ઊભા હતા તેમના પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. 

— DC Sheriff (@dcsheriff) May 8, 2019

ડગ્લાસ કાઉન્ટીના શેરીફ ઓફિસે કરેલી પ્રાથમિક ટ્વીટમાં જણાવ્યું છે કે, '7 વિદ્યાર્થી ઘાયલ થયા છે. બે શૂટર્સને કસ્ટડીમાં લઈ લેવાયા છે. SWAT અત્યારે સ્કૂલ ખાલી કરાવી રહી છે. વિદ્યાર્થીઓને બસમાં બેસાડીની નોર્થરિજ રિકવરી સેન્ટર ખાતે લઈ જવાયા છે. વાલીઓને શાંતી જાળવવા અપીલ છે. ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.'

— DC Sheriff (@dcsheriff) May 7, 2019

સ્થાનિક સત્તાવાળાઓ જણાવ્યું કે, "આ ઘટનામાં એક 18 વર્ષના વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે. ગોળીબારની આ ઘટનાને અંજામ આપનારા શંકાસ્પદ એક પુખ્ત પુરુષ અને એક સગીર વયના યુવકને પકડી લેવાયો છે. પોલીસ સ્કૂલની પાસે મળેલી એક શંકાસ્પદ કારના માલિક અને શંકાસ્પદ વ્યક્તીના ઘરની શોધખોળ કરી રહી છે. સ્કૂલના બાળકોને તેમના વાલીઓને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વાલીઓને આ મુદ્દે શાંતિ જાળવવા અને પોલીસને તેના કામમાં સહકાર આપવા વિનંતી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news