જેટલું જણાવ્યું, તેનાથી વધુ ખરાબ હતી ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ, વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું સત્ય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયાના બે દિવસ બાદ આખરે વ્હાઇટ હાઉસે તેમના સ્વાસ્થ્યને લઈને સત્યનો સ્વીકાર કર્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબીયત શુક્રવારે જેટલી જણાવવામાં આવી તેનાથી વધુ ખરાબ હતી. 
 

જેટલું જણાવ્યું, તેનાથી વધુ ખરાબ હતી ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ, વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું સત્ય

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત થયાના બે દિવસ બાદ આખરે વ્હાઇટ હાઉસે તેમના સ્વાસ્થ્યને લઈને સત્યનો સ્વીકાર કર્યો છે. વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે કહ્યુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબીયત શુક્રવારે જેટલી જણાવવામાં આવી તેનાથી વધુ ખરાબ હતી. વધારે તાવ અને લોહીમાં ઓછા થતાં ઓક્સિજનને કારણે ડોક્ટરોએ ટ્રમ્પને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. 

મીડોઝે જણાવી ટ્રમ્પની વાસ્તવિક સ્થિતિ
મીડોઝે શનિવારે રાત્રે ફોક્સ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન કહ્યુ કે, સૌથી મોટી વાત છે કે તેમને હવે તાવ નથી. તેમના શરીરમાં હવે ઓક્સિજનની માત્રા પહેલા કરતા વધુ છે. કાલે સવારે અમે ખરેખર ચિંતિત હતા. તેમને તાવ હતો અને ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. તેમ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉભા હતા અને હાલી-ચાલી રહ્યાં હતા. 

પહેલા વ્હાઇટ હાઉસે છુપાવી હતી જાણકારી
મહત્વનું છે કે મીડોઝ સહિત વ્હાઇટ હાઉસના ઘણા અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે ટ્રમ્પનું સ્વાસ્થ્ય સારૂ છે અને તેનામાં હળવા લક્ષણ છે. નેવી કમાન્ડર ડો સીન કોનલે અને અન્ય ડોક્ટરોએ ટ્રમ્પના સ્વાસ્થ્યને સામાન્ય ગણાવ્યું હતું. પરંતુ ત્યારે પણ ઘણા નિષ્ણાંતોએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. 

આ કારણે ટ્રમ્પ પર ભારે કોરોના 
નિષ્ણાંતોનું કહેવું છે કે વધુ ઉંમર, પુરૂષ હોવુ અને પહેલાથી અન્ય બીમારીઓ વગેરે જોખમ વધારી દે છે અને ટ્રમ્પમાં આ વાત છે. કનેક્ટિકટ વિશ્વ વિદ્યાલયના ડો ડેવિડ બાનાચે કહ્યુ કે, ટ્રમ્પની ઉંમર 74 વર્ષ છે જે જોખમનું પ્રાથમિક કારણ છે. આ સિવાય તેમનું વજન પણ વધુ છે. 

નવાઝ શરીફે પીએમ મોદી સાથે નેપાળમાં કરી હતી ગુપ્ત બેઠક, ઇમરાનના સલાહકારનો આરોપ

સૈન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે ટ્રમ્પની સારવાર
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં કોરોનાની સારવાર માટે દાખલ છે. હોસ્પિટલમાં પણ એક પ્રેસિડેન્શનલ સ્વીટ છે જ્યાંથી ટ્રમ્પ પોતાનું કામ કરી રહ્યાં છે. વ્હાઇટ હાઉસે બે તસવીરો પણ શેર કરી છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ કામ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અટકળો પર વિરામ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે ખુદ વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે હવે તેમને સારૂ છે. 

48 કલાક હતી મહત્વની
તો વ્હાઉટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝે શનિવારે કહ્યુ હતુ કે, 'ખુબ ચિંતાજનક' સમયમાંથી પસાર થયા છે અને આગામી 48 કલાક તેમના માટે મહત્વપૂર્ણ હશે. આ ટિપ્પણી તે ખુલાસા બાદ કરવામાં આવી છે કે શુક્રવારે હોસ્પિટલ લઈ જતા પહેલા વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. પરંતુ વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ કહ્યું હતું કે ટ્રમ્પમાં માત્ર સામાન્ય લક્ષણ જોવા મળી રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news