USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં 

હાઉડી મોદી (Howdy Modi) ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટેજ શેર કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું તેમાં 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો નારો પણ આપ્યો. 

USમાં પણ નમો નમો...રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે કેમ આટલા જરૂરી બની ગયા છે PM મોદી? જાણો 5 પોઈન્ટમાં 

હ્યુસ્ટન: હાઉડી મોદી (Howdy Modi) ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્ટેજ શેર કર્યું. એટલું જ નહીં પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કર્યું તેમાં 'અબ કી બાર ટ્રમ્પ સરકાર'નો નારો પણ આપ્યો. મોદીએ આટલું કહેતા જ બાજુમાં ઉભેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald trump) હસવા લાગ્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજે મારી સાથે તે વ્યક્તિત્વ છે તેને કોઇ પરિચયની જરૂર નથી. તેમનું નામ વિશ્વનાં દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પની તરફ ઇશારો કરતા કહ્યું કે, 2017માં તમે મને તમારા પરિવાર સાથે મળાવ્યો હતો. આજે હું તમને મારા પરિવાર સાથે મુલાકાત કરાવી રહ્યો છું. 

વડાપ્રધાને કહ્યું કે, ટ્રમ્પે મારા માટે જે ઉષ્મા દેખાડી છે, હું તેમને અનેક વખત મળી ચુક્યો છું દરેક વખતે તેમનો વ્વહાર ખુબ જ ઉષ્માસભર હોય છે. હું તેમના નેતૃત્વની પ્રશંસા કરુ છું. ટ્રમ્પનું લક્ષ્ય અમેરિકાને ફરીથી મહાન બનાવવાની છે. તેઓ અમેરિકી અર્થવ્યવસ્થાને મજબુત બનાવી રહ્યા છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણુ કર્યું છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કાર્યક્રમ પત્યા બાદ અનેક ટ્વીટ રીટ્વીટ કરી અને અમેરિકા તથા ભારત વચ્ચે મજબુત ભાગીદારીની વાત કરી. પીએમઓ દ્વારા ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોને રિટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. 

હવે અહીં એ સમજવું જરૂરી બને છે કે અત્યંત શક્તિશાળી ગણાતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટલા જરૂરી કેમ બની ગયા છે. કે જેમના માટે થઈને તેઓ હ્યુસ્ટન પહોંચ્યા અને હાઉડી ઈવેન્ટમાં ભાગ લીધો. આવો જાણીએ આ 5 પોઈન્ટમાં...

— ANI (@ANI) September 22, 2019

1. અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવવાની છે. 2020માં થનારી આ ચૂંટણી માટે ટ્રમ્પે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય સમુદાયનું સમર્થન મેળવવા માટે ટ્રમ્પ મોદી તરફ આશાવાદી બનીને મીટ માંડી રહ્યાં છે. 

2. ડોનાલ્ડ ટ્રમ્પની પીએમ મોદી સાથે મુલાકાત બાદ ભારતીયો વચ્ચે તેમની 'ભારત વિરોધી' છબી સુધરશે. અમેરિકામાં ભારતીયોનો દબદબો છે. લગભગ 30 લાખ ભારતીયો ત્યાં છે. અને 15 લાખ જેટલા ભારતીય મતદારો છે. ટ્રમ્પની નજર આ ભારતીય મતદારો તરફ છે. 

3. અમેરિકામાં મોટાભાગના ભારતીયો ડેમોક્રેટિક પાર્ટીનું સમર્થન કરે છે. ટ્રમ્પ, રિપબ્લિકન પાર્ટીમાંથી આવે છે. હાલમાં જ ટ્રમ્પની પાર્ટીની લોકપ્રિયતામાં રેકોર્ડબ્રેક ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય મતદારોને રિઝવવા માટે પણ ટ્રમ્પ માટે મોદી જરૂરી બની ગયા છે. 

4. અમેરિકામાં 30 લાખની ભારતીય વસ્તીમાં લગભગ 12.8 લાખ ગ્રીનકાર્ડ ધારકો, 5 ભારતીય મૂળના સાંસદો, 12 ટકા ભારતીય વૈજ્ઞાનિકો, 36 ટકા ભારતીયો નાસામાં વૈજ્ઞાનિક છે, 38 ટકા ભારતીયો ડોક્ટર છે, 34 ટકા ભારતીયો માઈક્રોસોફ્ટમાં, 13 ટકા ઝેરોક્સમાં, 28 ટકા આઈબીમમાં, 17 ટકા ભારતીયો ઈન્ટેલમાં છે. ટ્રમ્પ ભારતીયો સાથે સીધો સંવાદ કરવા માંગે છે. આ માટે મોદીથી મોટા કોઈ નેતા ટ્રમ્પ માટે મદદગાર સાબિત થઈ શકે નહીં જે તેમને સીધો જ ભારતીયો  સાથે સંપર્ક કરાવી શકે. 

5. અમેરિકામાં ભારતીય સમુદાયની વધતી તાકાતનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય છે કે ટ્રમ્પ પહેલીવાર ચૂંટણી વર્ષમાં અમેરિકી ભારતીયોને સંબોધન કરનારા પહેલા રાષ્ટ્રપતિ બન્યાં છે. 

જુઓ LIVE TV

અમેરિકામાં આ પહેલીવાર બન્યું
પહેલીવાર એક સાથે મંચ પર ભારતીય વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે જોવા મળ્યાં. પહેલીવાર દુનિયાના સૌથી મોટા અને સૌથી જૂના લોકતંત્રના પ્રમુખોએ જોઈન્ટ રેલી કરી. પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિએ 50 હજાર પ્રવાસી ભારતીયોને સંબોધન કર્યું. પહેલીવાર 50 હજારથી વધુ ભારતીયોએ ઈવેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. પહેલીવાર હ્યુસ્ટનમાં ભારતીયોને સંબોધન કરનારા પીએમ મોદી પહેલા નેતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news