કોરોનાના પ્રકોપથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ ધરાશયી, લોઅર સર્કિટ લગાવવી પડી

ભારતમાં વધી રહેલા કોરોનાના ખૌફ અને કેસો બાદ દેશના અનેક શહેરોમાં લોક ડાઉનના અહેવાલોની સીધી અસર શેરબજારમાં જોવા મળી રહી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ ધરાશયી થયેલું જોવા મળ્યું.

કોરોનાના પ્રકોપથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ ધરાશયી, લોઅર સર્કિટ લગાવવી પડી

નવી દિલ્હી: ભારતમાં વધી રહેલા કોરોનાના ખૌફ અને કેસો બાદ દેશના અનેક શહેરોમાં લોક ડાઉનના અહેવાલોની સીધી અસર શેરબજારમાં જોવા મળી રહી છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ ધરાશયી થયેલું જોવા મળ્યું. બોમ્બે સ્ટોક એક્સચેના સેન્સેક્સ સવારે 9 વાગે 2991 પોઈન્ટ ગગડીને 26942 પર પહોંચી ગયો. જ્યારે નિફ્ટી 865 અંકોના ઘટાડા સાથે 8295 પર ખુલ્યો. પરંતુ કલાકમાં જ 895 પોઈન્ટ પડીને 8264 પર પહોંચી ગયો. ત્યારબાદ બજારમાં લોઅર સર્કિટ લગાવવામાં આવેલી છે. હવે બજાર 42 મિનિટ બાદ ખુલશે. 

જાણકારોનું કહેવું છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં લોકડાઉનની સ્થિતિ અને આ ઉપરાંત દિલ્હી-એનસીઆરમાં પણ બંધની જાહેરાત બાદ બજારમાં ડરનો માહોલ છે. આ જ કારણ છે કે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વેચાવલી વધી છે. 

જુઓ LIVE TV

13 માર્ચના રોજ પણ સેન્સેક્સમાં 3000 જેટલા પોઈન્ટનો થયો હતો કડાકો
અત્રે જણાવવાનું કે આજે ઊભી થયેલી સ્થિતિની જેમ જ આ મહિનાની 13મી માર્ચે પણ ભારે વેચાવલીના કારણે સેન્સેક્સ 3000 પોઈન્ટ ગગડી ગયો હતો. વિદેશી બજારોમાંથી મળેલા નિરાશાજનક સંકેતોથી વેચાવલીના ભારે દબાણમાં સેન્સેક્સ ખુલતાની સાથે જ 3000 પોઈન્ટ ગગડીને 29687 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 989 પોઈન્ટ તૂટીને 9059 પર ખુલ્યો હતો. હાલાત જોઈને શેરબજારમાં લોઅર સર્કિટ લગાવવી પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news