કોરોના: લોકડાઉનમાં પણ લોકો ઘરની બહાર, નારાજ PM મોદીએ ટ્વીટ કરીને કાઢી ઝાટકણી

કોરોના વાયરસના કેસ દેશમાં દિન પ્રતિદિન વધતા જાય છે. દેશમાં દસથી વધુ રાજ્યોમાં સરકારોએ લોકડાઉન જાહેર કર્યું છે. આમ છતાં લોકો સતત ઘરોમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ લખ્યું ચે કે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં નથી. સરકારો કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે. 

કોરોના: લોકડાઉનમાં પણ લોકો ઘરની બહાર, નારાજ PM મોદીએ ટ્વીટ કરીને કાઢી ઝાટકણી

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસ દેશમાં દિન પ્રતિદિન વધતા જાય છે. દેશમાં દસથી વધુ રાજ્યોમાં સરકારોએ લોકડાઉન જાહેર કર્યું છે. આમ છતાં લોકો સતત ઘરોમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ લખ્યું ચે કે લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યાં નથી. સરકારો કાયદાનું ચુસ્તપણે પાલન કરાવે. 

લોકડાઉનની સ્થિતિ પર પીએમ મોદીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હજુ પણ લોકો ગંભીરતાથી લેતા નથી. કૃપા કરીને તમારી જાતને બચાવો. તમારા પરિવારને બચાવો, નિર્દેશોનો ગંભીરતાથી પાલન કરો. રાજ્ય સરકારોને મારી અપીલ છે કે તેઓ નિયમો અને કાયદાનું પાલન કરાવે. 

— Narendra Modi (@narendramodi) March 23, 2020

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા કેસોના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10થી વધુ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં મહત્વના શહેરો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર લોકડાઉન છે. રવિવારે તો લોકોએ શાંતિ જાળવી પરંતુ સોમવારે ઠેર ઠેર લોકોના જમાવડા જોવા મળી રહ્યાં છે. દિલ્હી-નોઈડા એક્સપ્રેસ હાઈવે પર તો સોમવારે જામ લાગી ગયો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટ્વીટ સામે આવી છે. 

જુઓ LIVE TV

વડોદરામાં લોકડાઉન બાદ બજારો ખુલ્યા
વડોદરામાં પણ લોકડાઉન બાદ બજારો  ખુલેલા જોવા મળ્યાં. મોટા ભાગના વિસ્તારોમાં દુકાનો ખુલી, લોકો રસ્તાઓ પર નીકળ્યાં. મ્યુનિસિપલ કમિશનરે પોલીસ કમિશનર સાથે વાત કરી છે. મળતી માહિતી મુજબ રોડ પરથી લોકોને દુર કરવા તથા બજારો બંધ કરાવવા માટે એક્શન લેવાની સૂચના આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news