શેર બજારમાં ફુલગુલાબી તેજી, પહેલીવાર સેન્સેક્સ 42000ના આંકડાને સ્પર્શી ગયું

દેશના શેર માર્કેટમાં ગુરુવારે જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. સવારે 9.50 કલાકે સેન્સેક્સ (sensex) 154.54 અંકના ઉછાળા સાથે 42,027.18 આંકડાને સ્પર્શી ગયું છે. સાથે જ નિફ્ટી (Nifty) 39.60 અંકોના વધારા સાથે 12,382.90 પર ખૂલ્યું છે.

શેર બજારમાં ફુલગુલાબી તેજી, પહેલીવાર સેન્સેક્સ 42000ના આંકડાને સ્પર્શી ગયું

અમદાવાદ :દેશના શેર માર્કેટમાં ગુરુવારે જબરદસ્ત શરૂઆત જોવા મળી છે. સવારે 9.50 કલાકે સેન્સેક્સ (sensex) 154.54 અંકના ઉછાળા સાથે 42,027.18 આંકડાને સ્પર્શી ગયું છે. સાથે જ નિફ્ટી (Nifty) 39.60 અંકોના વધારા સાથે 12,382.90 પર ખૂલ્યું છે.

આ શેરમાં રહી સૌથી વધુ ઉથલપાથલ
માર્કેટ ખૂલવાની સાથે જ નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી છે. તો નેસ્લે ઈન્ડિયા લગભગ 1.2 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યું હતું. ઈન્વેસ્ટર્સનો ભરોસો ભારતના આ શેર પ્રતિ વધ્યો છે. હિન્દુ યુનિલીવર, પાવરગ્રિડ અને કોટક બેંકમાં પણ મજબૂતી જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, દેશના શેર માર્કેટમાં બુધવારે કડાકો નોંધવામાં આવ્યો છે. પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 79.90 અંકોના ઘટાડા સાથે 41,872.73 પર અને નિફ્ટી 19.00 અંકના ઘટાડા સાથે 12,343.30 પર બંધ થયો હતો. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ)ના 30 શેર પર આધારી સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 17.23 અંકની તેજી સાથે 41,969.86 પર ખૂલ્યું અને 79.90 અંક કે 0.19 ટકાના ઘટાડા સાથે 41,872.73 પર બંધ થયો. દિવસભરના વેપારમાં સેન્સેક્સે 41,969.86ના ઉપરી સ્તર અને 41,648.11 નીચલા સ્તરને સ્પર્શ કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news