હરિયાણવી ડાન્સર Sapna Choudhary ના પરિવારમાં આવ્યો નાનકડો મહેમાન

આ વર્ષની શરૂઆતમાં અનેક અફવાઓ ફેલાઈ હતી કે, સપના ચૌધરીએ પોતાના એક સમયના બોયફ્રેન્ડ પ્રેમવીર સાહુ સાથે સગાઈ કરી લીધી છે

હરિયાણવી ડાન્સર Sapna Choudhary ના પરિવારમાં આવ્યો નાનકડો મહેમાન

ઝી મીડિયા/બ્યૂરો :હરિયાણાની પોપ્યુલર સિંગર તેમજ ડાન્સર સપના ચૌધરી (Sapna Choudhary) ના ચાહકોની લિસ્ટ લાંબી છે. સપનાના ગીતોના દિવાના દરેક શહેરમાં છે. પોતાના ડાન્સ માટે પોપ્યુલર સપના ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ  વચ્ચે સપના ચૌધરી એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સપના ચૌધરી માતા બની છે, તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. 

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

સપનાના ઘરમાં આવ્યું નાનકડું મહેમાન
આ વર્ષની શરૂઆતમાં અનેક અફવાઓ ફેલાઈ હતી કે, સપના ચૌધરીએ પોતાના એક સમયના બોયફ્રેન્ડ પ્રેમવીર સાહુ સાથે સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સપના ચાર વર્ષથી હરિયાણવી ગાયક વીર સાહુને ડેટ કરી રહી હતી. વીર હરિયાણાનો ફેમસ કલાકાર છે, જે અનેક હરિયાણવી અને પંજાબી ગીતોમાં દેખાઈ ચૂક્યો છે. પરંતુ હવે સમાચાર મળ્યા છે કે, સપના ચૌધરી માતા બની છે. 4 ઓક્ટોબરના રોજ એક ખાનગી હોસ્પિટલમાં સપનાએ દીકરાને જન્મ આપ્યો છે. તે હાલ પોતાના ઘર પર છે.

રિતીક રોશનના ગીતનો વીડિયો વાયરલ થયો હતો.
હાલમાં જ સપના ચૌધરીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક્ટર રિતીક રોશનનો સિગ્નેચર ડાન્સ સ્ટેપની તેણે કોપી કરી હતી. ડાન્સિંગ ક્વીન સપના ચૌધરીએ રિતીક રોશનની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ નો ‘ઈક પલ કા જીના...’ ગીતનો સ્ટેપ કોપી કર્યો હતો. આ સ્ટેપ રિતીક રોશનનો સિગ્નેચર સ્ટેપ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news