ટ્રેલર રિલીઝ પર જોન અબ્રાહમઃ 'દેશભક્તી, દેશપ્રેમ તમારા અંદર હોય છે'

મુંબઈમાં ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલર રિલીઝ પ્રસંગે જોન અબ્રાહમની દેશભક્તી ફરી એક વખત જોવા મળી. જોન અબ્રાહમે જણાવ્યું કે, દેશભક્તિ દેખાડવી કે દેશ પ્રમે કરવો એ કોઈ ટેલેન્ટ નથી   

Updated By: Jul 10, 2019, 09:34 PM IST
ટ્રેલર રિલીઝ પર જોન અબ્રાહમઃ 'દેશભક્તી, દેશપ્રેમ તમારા અંદર હોય છે'

મુંબઈઃ જોન અબ્રાહમનો દેશપ્રેમ જગજાહેર છે. દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મોમાં તે સતત જોવા મળી રહ્યો છે. દેશહિત સૌથી પહેલા, દેશભક્તિ સૌથી પહેલા અને બાકીના બધા કામ પછી, એ પોલિસી જોનની રહી છે. મુંબઈમાં ફિલ્મ બાટલા હાઉસના ટ્રેલર રિલીઝ પ્રસંગે જોન અબ્રાહમની દેશભક્તી ફરી એક વખત જોવા મળી. જોન અબ્રાહમે જણાવ્યું કે, દેશભક્તિ દેખાડવી કે દેશ પ્રમે કરવો એ કોઈ ટેલેન્ટ નથી.

જોન અબ્રાહમે કહ્યું કે, "જ્યારે તમારી સામે તિરંગો આવે છે, તમે જે દેશમાં રહો છો પછી તમે ભલે ગમે તે હોવ, આ દેશના કારણે આપમેળે જ તમારા અંદર દેશભક્તિ, દેશપ્રેમ આવી જાય છે. હું પણ એક કોમન મેનની જેમ જ કરું છું."

જોને વધુમાં જણાવ્યું કે, ફિલ્મોની પસંદગી કરતા સમયે તેને દરેક પ્રકારની ફિલ્મ કરવામાં આનંદ આવે છે. કોમેડી તેની ફેવરિટ જીનર છે, પરંતુ દેશભક્તિ સાથે જોડાયેલી ફિલ્મ તેની લિસ્ટમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. સ્ક્રિપ્ટ અને કન્ટેન્ટ સારી હોય તો ગમે ત્યારે દેશભક્તિની ફિલ્મ કરવામાં આનંદ જ આવે છે. માત્ર યુનિફોર્મ પહેરી લેવાથી ફિલ્મ ચાલતી નથી અને લોકોના દિલ સુધી પહોંચતી નથી. યુનિફોર્મની સાથે સાથે સ્ટોરી, કન્ટેન્ટ અને બાકીની બાબતો પણ મહત્વ ધરાવે છે. જો બધું જ સારું હોય તો લોકોને ફિલ્મ પસંદ આવે છે. 

જોન અબ્રાહમની આગામી ફિલ્મ 'બાટલા હાઉસ' 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મની સાથે જ અક્ષયકુમારની 'મિશન મંગલ' અને પ્રભાસની બહુપ્રતિક્ષીત ફિલ્મ 'સાહો' પણ રિલીઝ થવાની છે. 

જૂઓ LIVE TV.....

મનોરંજનના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....