આલિયા ભટ્ટ સાથેના માત્ર એક દૃશ્યના કારણે સલમાન ખાને છોડી હતી 'ઈન્શાઅલ્લાહ'!

સંજય લીલા ભાણશાળીની ભવ્ય બજેટ ધરાવતી ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'(Inshallah) ડબ્બામાં જવાના સમાચારથી પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને સલમાન ખાન (Salman Khan) મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બંધ થવાનું મુખ્ય કારણ હવે બહાર આવ્યું છે. 
 

આલિયા ભટ્ટ સાથેના માત્ર એક દૃશ્યના કારણે સલમાન ખાને છોડી હતી 'ઈન્શાઅલ્લાહ'!

નવી દિલ્હીઃ સંજય લીલા ભાણશાળીની ભવ્ય બજેટ ધરાવતી ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ'(Inshallah) ડબ્બામાં જવાના સમાચારથી પ્રશંસકોને મોટો ઝટકો લાગ્યો હતો, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અને સલમાન ખાન (Salman Khan) મુખ્ય ભૂમિકામાં હતા. જોકે, આ ફિલ્મ બંધ થવાનું મુખ્ય કારણ હવે બહાર આવ્યું છે. 

વર્ષ 1999માં ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' પછી દિગ્દર્શક સંજય લીલા ભાણશાળી (Sanjay Leela Bhansali) અને સલમાન ખાન (Salman Khan) આ ફિલ્મ સાથે લાંબા સમય બાદ સાથે કામ કરવાના હતા. આ ફિલ્મની જાહેરાત થતાંની સાથે જ બંનેના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોવા લાગ્યા હતા. 

'इंशाअल्लाह' की शूटिंग शुरू होने से पहले ही सलमान खान ने कर दिया ऐसा TWEET

થોડા દિવસ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, સલમાન ખાને સંજય લીલા ભાણશાળી સાથે થયેલા કોઈ મતભેદના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે, હવે અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફના સમાચાર અનુસાર સલમાન ખાને આ ફિલ્મ આલિયા ભટ્ટ સાથેના એક અંતરંગ દૃશ્યના કારણે છોડી દીધી હતી. 

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ વચ્ચે એક કિસિંગ સીન(Kissing Scene) હતો. ઉંમરના અંતરના કારણે સલમાન ખાન આલિયા ભટ્ટને કિસ કરવા માગતો ન હતો, જેના કારણે આ ફિલ્મ છોડી દીધી હતી. 

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને દિગ્દર્શખ સંજય લીલા ભાણશાળીની આ ફિલ્મ 'ઈન્શાઅલ્લાહ' 2020ની ઈદ પર રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ ડબ્બામાં મુકી દેવાઈ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news