Thappad Movie Review: દરેક ભારતીય મહિલાએ ખાસ જોવા જેવી ફિલ્મ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :તાપસી પન્નુ (taapsee pannu) ની બહુચર્ચિત ફિલ્મ થપ્પડ (thappad) આજે રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મની હાલ ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચિત ફિલ્મ આજે રિલીઝ થઈ છે, ત્યારે તેના રિવ્યૂ કેવા છે તે જાણી લેવા અચૂક જરૂરી છે. આ ફિલ્મના ડાયરેક્ટર અનુભવ સિન્હા સમાજની આંખો ખોલતી ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે.
ફિલ્મની સ્ટોરી
અમૃતા અને વિક્રમ બહુ જ ખુશ જિંદગી જિવી છે. વિક્રમ પોતાની નોકરીમાં તેજીથી આગળ વધી રહ્યો છે. લંડનની ઓફિસની જવાબદારી હવે તેને મળવાની હોય છે. અમૃતા તેની સવારથી ચાથી લઈને તેની દરેક સુખસુવિધાનું ધ્યાન રાખે છે. વિક્રમ જે પણ વાતનો આદેશ કરે છે, અમૃતા ખુશીખુશી તેને પોતાની ફરજ સમજીને માને છે. તેને કોઈ તકલીફ પડતી નથી. પરંતુ એક પાર્ટીમાં તે પોતાના સીનિયર સાથે ઝઘડતા સમયે વિક્રમને ખેંચી રહેલી અમૃતા પર હાથ ઉઠાવી બેસે છે. ‘સિર્ફ એક થપ્પડ, લેકિન નહિ માર સક્તા...’ આ વાક્ય અમૃતા પોતાના વકીલને કહે છે.
પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ
મહિલાઓની હિંસાની વાત
આ ફિલ્મ ઘરેલુ હિંસાની વાત નથી કરતી, જોકે તેમાં એ પણ બતાવવામાં આવ્યું છે. અમૃતાની નોકરાની સુનીતા રોજ પોતાના પતિના હાથથી માર ખાય છે. તેનુ માનવુ છે કે, કોઈ દિવસે તેનો પતિ તેને ઘરની બહાર કાઢી મૂકે તો તે ક્યાં જશે. પરંતુ અમૃતાની પાસે જવા માટે તેના પિતાનું ઘર છે. જોકે, તેની સાસુ, મા, ભઆઈ વગેરેનું એવુ જ માનવુ છે કે, બસ એક થપ્પડ જ તો છે. મહિલાઓએ સહન કરતા શીખી લેવું જોઈએ. હકીકતમાં આ ફિલ્મ પુરુષની એ દંભરી મર્દાનગીની વાત કરે છે, જેની નજરમાં તેની પત્ની પર હાવી રહેવું યોગ્ય છે. વિક્રમનું કહેવુ છે કે, જે થયું તે થઈ ગયું.... પરંતુ અમૃતા આ વાત છોડવા માંગતી નથી. તે વિક્રમથી નફરત કરવા માંગી હતી. પરંતુ પરંતુ હવે તે તેને પ્રેમ કરતી નથી.
ફિલ્મ કેવી છે
ડાયરેક્ટર અનુભવ સિન્હા હવે સિનેમાઈ એક્ટિવિસ્ટ થઈ ચૂક્યા છે. મુલ્ક અને આર્ટિકલ 15 આપણી આસપાસની બે સમસ્યાઓને ઉઠાવ્યા બાદ હવે આ ફિલ્મ દ્વારા તેમણે આપણા ઘરની અંદરની વાત કરી છે. ફિલ્મ બહુ જ મજબૂતીથી વાતને ઉઠાવે છ કે, મહિલા પર હાથ ઉઠાવવાનો હક પુરુષોને જરા પણ નથી. આ પ્રકારના શુષ્ક વિષયને ઉઠાવવું બોક્સ ઓફિસના માધ્યમથી જોઈએ તો જોખમ ભરેલુ હોય છે. જેથી આ ફિલ્મને બનાવવી એ સહારનીય બાબત ગણાય. પરંતુ શું આ ફિલ્મ તમારા અંદર બેસેલા દર્શકની ભૂખ મટાડે છે....?
જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન
ફિલ્મની રફ્તાર બહુ જ સુસ્ત છે. દ્રશ્યોનું રિપીટેશન તેની સુસ્તીને વધારે છે. થપ્પડવાળી સીન બાદ પણ તેની ચાલમાં કોઈ ફરક નથી આવતા. ન તો તે આટલી એગ્રેસીવ હોય છે, ઈન્ટરવલ બાદ જઈને ક્યાંક ફિલ્મ મુદ્દા પર આવે છે. દર્શકોના મનમાં સવાલ ઉઠે છે કે, જે રીતે આ થપ્પડ મારવામાં આવી, તે ક્ષણિક આવેશમાં ઉઠાવવામાં આવેલું પગલુ હતું. બાદમાં વિક્રમનું સતત એવું કહેવું કે, જવા દે... છોડી દે.... અજીબ લાગે છે. દર્શકનું મન કહે છે કે, તે વ્યક્તિ પત્નીને આઈ એમ સોરી કહીને વાત પૂરી કેમ નથી કરતો. પરંતુ ત્યારે તો ફિલ્મ બનતી જ નહિ.
તાપસી પન્નુ ઉમદા અભિનય માટે પોપ્યુલર છે. દીયા મિર્ઝા, તન્વી આઝમી, રત્ના પાઠક શાહ, કુમુદ મિશ્રા, રામ કપૂર, માનવ કૌલ, સંદીપ યાદવે જેવા કલાકારોએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે. સૌથી વધુ અસર છોડે છે વિક્રમ બનેલા પવૈલ ગુલાટી, વકીલ બનેલ માયા સરાઓ અને સુનીતના રોલમાં ગીતિકા વિદ્યા. ફિલ્મનું ગીત-સંગીત સારું છે. બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અસરદાર છે.
ફિલ્મ મેસેજ આપે છે કે, પોતાની દીકરીઓને સહન કરવાનું શીખવનાર માતાપિતા ખોટા છે. પોતાના દીકરાને હાવી થવાનું શીખવતા માતાપિતા પણ ખોટા છે. આ સંદેશ માટે આ ફિલ્મ ખાસ જોવા જેવી છે. મનોરંજનની ઈચ્છા રાખો છો તો દર્શકો તેને નહિ પચાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે