અમરેલી જેલના VIP બેરેકમાં ચાલતા PUC સેન્ટરનો થયો પર્દાફાશ, મોટું નેટવર્ક પકડાયું
અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10 મા વીઆઈપી અને માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી
Trending Photos
કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લા જેલમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા જેલમાં એક ગેરકાયદેસર પીસીઓ ચલાવવામાં આવી રહ્યું હતું. જેલમાં જ બેસીને બનાવટી મેડિકલ સર્ટીફીકેટ પણ બનાવડાવવામા આવતા હતા, જેના આધારે કેદીઓને જામીન પણ મળી જતા હતા. આમ ગુનેગારોનો અડ્ડો બની ચૂકેલી આ જેલમાં કોણ કરતુ હતું આવી પ્રવૃત્તિઓ તેનો આખરે પર્દાફાશ થયો છે.
અમરેલી જિલ્લાની જેલ અનેક માથાભારે ગુનેગારોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. પરંતુ હવે અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10 મા વીઆઈપી અને માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી. આ હકીકતના આધારે અમરેલી એસપીએ એક સીટની રચના કરી અને તમામ તપાસ હાથ ધરી હતી. આ તપાસ માટે ટેકનિકલ સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. જેમાં અમરેલી જિલ્લા જેલમાં યાર્ડ નંબર 5 માં કુલ 40 જેટલા આઇએમઇઆઇ અને 17 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. વીઆઈપી કેદીઓ મોટાપાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હકીકત સામે આવતા જેલના pco સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
હકીકત એવી પણ સામે આવી છે કે, આ તમામ vip કેદીઓ અન્ય જેલના કેદીઓ પાસેથી બહારની વ્યક્તિ સાથે વાત કરવાના ઊંચા દરે પૈસા પણ મેળવતાં હતા. તેમજ જેલમાંથી ફક્ત બહારની વ્યક્તિઓ જ નહિ, પરંતુ સુરત અને અન્ય જેલમાં પણ અહીંથી વાત કરવાની હકીકતનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જેલમાંથી ખોટા મેડિકલ સર્ટી બનાવવાનો પણ એક વેપલો ચાલી રહ્યો હોવાનું પોલીસે પર્દાફાશ કર્યો છે. જિલ્લા જેલમાં રહેતો કાંતિ વાળા નામનો કેદીએ રાજકોટના ડોક્ટર ધીરેન પાસેથી પોતાને જામીન મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા હતા. તેમજ અન્ય કેદીઓને પણ ખોટા મેડિકલ સર્ટિફિકેટ પર જામીન મેળવવા માટે ડો. ધીરેન ઘીવાલા નામના ડોક્ટરનો સંપર્ક પણ કરાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે.
આમ પોલીસે અમરેલી જેલમાંથી બેઠા બેઠા અન્ય જેલ અને બહારના વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ખોટા મેડિકલ સર્ટિફિકેટને આધારે કેદીઓને જમીન મેળવવા માટે મદદ કરવી, જેવા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રવૃત્તિમાં કુલ 12 આરોપીઓ સંડોવાયેલા હોવાનું પોલીસે તપાસમાં ખૂલ્યું છે. જેમા 6 આરોપીઓને પોલીસે જેલમાંથી જ પકડી લીધા છે. આ ઉપરાંત રાજકોટના ડોક્ટર ધીરેન ઘીવાલાને પણ ઝડપી લીધો છે. તો સમગ્ર કૌભાંડમાં હજુ છ આરોપી પકડવાના બાકી છે. આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પણ ખૂબ જ મોટો છે. જેમાં ખૂન, બળાત્કાર, ગુજસીટોક, ખંડણી ઉઘરાવી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા અમરેલીના આ vip કેદીઓ દ્વારા આચરવામાં આવેલ સૌથી મોટા રેકેટનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે.
ગુજરાતના મહત્વના સમાચાર :
ઓગસ્ટ પૂરો થાય એ પહેલા જ ગુજરાતમાં 100% વરસાદ, ક્યાંક સેન્ચ્યુરી તો ક્યાંક ડબલ સેન્ચ્યુરી...
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, રાજ્યમાંથી મોડું વિદાય લેશે ચોમાસું
બહુ ગાજેલા પારૂલ યુનિવર્સિટીમાં રેપકાંડના આરોપી જયેશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું
પાલખના 20 હતા, 80 થયા... વરસાદે શાકભાજીના ભાવોને આસમાને પહોંચાડ્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે