ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ+AAPના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જાણો કઇ બેઠક પર કોની સામે જંગ
BJP Congress Candidates List: લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એ વિકાસની રાજનીતિ નહીં પણ જ્ઞાતિવાદ પર લડાઈ રહી છે.
Trending Photos
Loksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષોઓ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. કોંગ્રેસે 24 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ગુજરાતમાં ભાજપના 26, કોંગ્રેસ+આપના (24+2) 26 ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો પર પેટાચૂંટણીના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. હવે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો વિવાદ એ રૂપાલા સામે છે. જેઓએ આજે વાજતે ગાજતે ફોર્મ ભર્યું છે.
ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ-આપના 26-26 ઉમેદવારોની યાદી
બેઠક ભાજપ કોંગ્રેસ + આપ
ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેલ
કચ્છ (SC) વિનોદભાઈ ચાવડા નિતેશ લાલણ
બનાસકાંઠા રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર
પાટણ ભરતસિંહજી ડાભી ચંદનજી ઠાકોર
અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશભાઈ મકવાણા ભરત મકવાણા
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી
પોરબંદર મનસુખભાઈ માંડવિયા લલિત વસોયા
જામનગર પૂનમબેન માડમ જે.પી. મારવિયા
આણંદ મિતેશભાઈ પટેલ અમિત ચાવડા
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચોહાણ
દાહોદ (ST) જસવંતસિંહ ભાભોર પ્રભાબેન તાવિયાડ
ભરૂચ મનસુખભાઈ વસાવા ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST) પ્રભુભાઈ વસાવા સિદ્ધાર્થ ચૌધરી
નવસારી સી.આર. પાટીલ નૈષદ દેસાઈ
સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌઘરી
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ
ભાવનગર નિમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP)
વડોદરા હેમાંગ જોશી જયપાલસિંહ પઢિયાર
છોટા ઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા
સુરત મુકેશ દલાલ નિલેશ કુંભાણી
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ
જૂનાગઢ રાજેશ ચુડાસમા હિરાભાઈ જોટવા
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર
અમરેલી ભરત સુતરિયા જેનીબેન ઠુંમ્મર
ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત કરશે. ફોર્મ ભરાવવા પ્રદેશ નેતાઓ જિલ્લા સેન્ટરો પર સાથે રહેશે. જેમાં 15 એપ્રિલે બનાસકાંઠા, સુરેન્દ્રનગર, જામનગર અને બારડોલી લોકસભાના ઉમેદવારો ફોર્મ ભરશે. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, પોરબંદરના ઉમેદવારો ફોર્મ ભરશે. પાટણ, જૂનાગઢ, આણંદ, ખેડા, દાહોદ, વડોદરા, સુરતના ઉમેદવાર ૧૮ એપ્રિલે ફોર્મ ભરશે. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના આગેવાનો ફોર્મ ભરાવવા જશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલ છે. 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ આ ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માગે છે પણ ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે