સુરત : Youtube પર Video જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું, 52 અછોડા તોડનાર આખરે પકડાયો

સોશિયલ મીડિયા (Social Media) નો જેટલો ફાયદો છે તેટલું જ નુકશાન પણ છે. કારણ કે અનેક વખત ગુનેગારો સોશિયલ મીડિયાની મદદથી ગુનાને અંજામ આપે છે. આવા જ એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાળા બુરખામાં મોઢું છુપાવી ઉભેલા આ શખ્સ છે મોહમદ વસીમ મોહમદ શફીક ખાન. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરના વસીમની ધરપકડ સુરત શહેત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરી છે. વસીમ પર આરોપ છે કે તેમે એક બે નહીં પણ 52થી વધુ ચેઈન સ્નેચિંગ (Chain Snatching) ની ઘટનાઓને અંજામ આપી છે. વસીમ જ્યારે સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાનો હતો, ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. વસીમ પાસેથી સોનાની ચેઈનની 3 ચેઈન જપ્ત કરવામાં આવી છે.
સુરત : Youtube પર Video જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું, 52 અછોડા તોડનાર આખરે પકડાયો

તેજશ મોદી/સુરત :સોશિયલ મીડિયા (Social Media) નો જેટલો ફાયદો છે તેટલું જ નુકશાન પણ છે. કારણ કે અનેક વખત ગુનેગારો સોશિયલ મીડિયાની મદદથી ગુનાને અંજામ આપે છે. આવા જ એક આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કાળા બુરખામાં મોઢું છુપાવી ઉભેલા આ શખ્સ છે મોહમદ વસીમ મોહમદ શફીક ખાન. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરના વસીમની ધરપકડ સુરત શહેત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કરી છે. વસીમ પર આરોપ છે કે તેમે એક બે નહીં પણ 52થી વધુ ચેઈન સ્નેચિંગ (Chain Snatching) ની ઘટનાઓને અંજામ આપી છે. વસીમ જ્યારે સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવાનો હતો, ત્યારે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. વસીમ પાસેથી સોનાની ચેઈનની 3 ચેઈન જપ્ત કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું કે, વસીમે સુરત શહેરમાં 16, વડોદરા શહેરમાં 5 તથા કાનપુર શહેરમાં કુલ 35 મળી કુલ 52 ચેઈન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપેલ હોવાની કબૂલાત કરી છે. જેમાં સુરત શહેરના કુલ 10 ચેઈન સ્નેચીંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં વસીમે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ સુરત શહેરમાં રહેતો હતો અને રાજ માર્કેટ રીંગ રોડ ખાતે ભાડેથી દુકાન રાખી કાપડનો વેપાર કરતો હતો. જે દરમ્યાન તેને ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની લત લાગતા તેને ધંધામાં નુકશાન થયું હતું. જેથી પોતાની દુકાન બંધ કરી કાનપુર ચાલ્યો ગયો હતો. કાનપુર ગયા બાદ યુટ્યુબ પર ચેઈન સ્નેચિંગનો વીડીયો જોઈ ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું.

વસીમે કાનપુર શહેરમાં ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ તો કર્યું, પરંતુ સ્થાનિક શહેરમા પકડાઈ જવાના ડરથી તેણે સુરત શહેરના આવી ચેઈન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું હતું, જે માટે તે પોતાની મોટર સાઈકલ કાનપુરથી ટ્રાવેલ્સમાં સુરત મોકલી આપતો અને પોતે રેલવે દ્વારા સુરત આવી પોતાની મોટરસાયકલ લઈ બે થી ત્રણ ચેઈન સ્નેચિંગ કરતો હતો. ત્યાર બાદ મોટરસાયકલ ટ્રાવેલ્સની ઓફિસે મૂકી કાનપુર જતો રહેતો હતો. વસીમ પોતાની મોટરસાયકલનો નંબર કોઈ જગ્યાએ સીસીટીવીમાં આવે નહીં તે માટે પોતે જ્યારે સુરત આવે ત્યારે તેની બંને નંબર પ્લેટ કાઢી નાખતો અને પોતાનો ચેહરો દેખાય નહીં તે માટે ચેઈન સ્નેચીંગ કરતા સમયે હેમેટ પહેરી રાખતો હતો. 

ઉલ્લેખનીય છે કે, સુરતમાં દરરોજ ચેઈન સ્નેચિંગની અનેક ઘટનાઓ બની રહી છે, જેમાં કેટલીક વખત પોલીસ ફરિયાદ નોંધાતી નથી, જેનો ફાયદો ગુનેગારો ને મળતો હોય છે. જોકે પોલીસે દ્વારા આરોપીની ધરપકડ બાદ ગુનાઓ દાખલ કરવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓ શહેરમાં બનતા ગુનાઓમાં વધારો કરતા હોય છે, જેને પગલે લોકો ઘરેણાં પહેરી બહાર જવાનું ટાળતા હોય છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news