કોરોના વાયરસઃ નવસારીમાં 13, અરવલ્લી-અમરેલીમાં નવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા


 ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 3100થી વધુ કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે કુલ 1770 કરતા વધુ લોકોના મૃત્યુ થયા છે. 
 

કોરોના વાયરસઃ નવસારીમાં 13, અરવલ્લી-અમરેલીમાં નવા ત્રણ-ત્રણ કેસ નોંધાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે રાજ્ય સરકારના હેલ્થ બુલેટિન પ્રમાણે સંક્રમિતોની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. તો ગુજરાતમાં અત્યાર સુધી 1772 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 22038 લોકો સારવાર બાદ સાજા થયા છે. પરંતુ આ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. રાજ્યના મહાનગરો સિવાય અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, જે ચિંતાનો વિષય છે. 

નવસારીમાં નવા 13 કેસ નોંધાયા
નવસારીમાં આજે કોરોનાનો વિસ્ફોટ થયો છે. કુલ નવા 13 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 90 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી કોરોનાને કારણે 3 લોકોના મૃત્યુ પણ થયા છે. જ્યારે 40 દર્દીઓ સાજા થયા છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 47 છે. 

અમરેલીમાં વધુ ત્રણ કેસ
અમરેલી જિલ્લામાં પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. આજે કુલ નવા ત્રણ કેસ સામે આવ્યા છે. જિલ્લાના રંગપુર ગામની 50 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાવરકુંડલાના જીરા-સીમરણ ગામના 45 વર્ષીય મહિલા અને 30 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધી 60 કેસ નોંધાયા છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે. તો 29 લોકો રિકવર થયા છે. હાલ 26 એક્ટિવ કેસ છે. 

કોંગ્રેસ યુક્ત ભાજપઃ પાંચ પૂર્વ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત

બોટાદમાં કોરોનાએ ચિંતા વધારી
બોટાદ જિલ્લામાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. આજે નવા બે કેસ નોંધાયા છે. જેમાં મીરાપાર્ક સોસાયટીમાં એક અને બરવાળાના કાપડીયાળી ગામે એક કેસ સામે આવ્યો છે. એક 62 વર્ષીય મહિલા અને 65 વર્ષીય પુરૂષ કોરોનાનો શિકાર બન્યા છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 86 થઈ છે, જેમાં ત્રણના મોત થયા તો 64 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. 

અરવલ્લીમાં પણ નવા કેસ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં બે અને ધનસુરાના હિરાખડીમાં એક નવો કેસ સામે આવ્યો છે. મોડાસામાં એક 21 વર્ષીય યુવતી અને 49  વર્ષીય મહિલા કોરોનાનો ભોગ બની છે. તો ધનસુરામાં 66 વર્ષીય વૃદ્ધ કોરોનાનો શિકાર બન્યા છે. આ નવા કેસની સાથે જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 211 પર પહોંચી ગઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news