કોરોનાની દહેશત: વીરપુરના જલારામ મંદિરમાં 200 વર્ષ જૂની પરંપરા તૂટી

ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

Updated By: Mar 23, 2020, 02:30 PM IST
કોરોનાની દહેશત: વીરપુરના જલારામ મંદિરમાં 200 વર્ષ જૂની પરંપરા તૂટી

નરેશ ભાલિયા, ઝી મીડિયા બ્યુરો: ધીરે ધીરે ગુજરાતમાં પણ કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી કે ગુજરાતમાં કોરોના વાયરસ બીજુ સ્ટેજ પૂરું કરીને ત્રીજા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યો છે. કોરોના વાયરસની વિશ્વમાં મોટી અસર થઈ છે અને ભારતમાં પણ મોટાભાગના રાજ્યો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. ગઈ કાલે સુધી ગુજરાતમાં કોરોનાના 18 કેસ હતાં જે આજે 30 થયા. એટલે કે એક જ દિવસમાં 12 કેસ વધ્યાં. તેમણે કહ્યું કે હવે મલ્ટીપલ અસર જોવા મળશે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના ત્રીજા સ્ટેજમાં તે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી પ્રસરે છે. એટલે કે કોમ્યુનિટી સ્પ્રેડ થવાની શરૂઆત થાય છે. જે ખુબ ઘાતક પરિસ્થિતિ ગણાય છે. આ સ્થિતિ જોતા વીરપુરના પ્રસિદ્ધ જલારામ મંદિરમાં પણ 200 વર્ષ જૂની પરંપરા તોડવામાં આવી છે. 

ગુજરાતમાં કોરોના વાયરસ પહોંચ્યો ત્રીજા સ્ટેજમાં, જાણો કેમ ગણાય છે ભયજનક સ્થિતિ?

વીરપુરના પ્રસિદ્ધ જલારામ મંદિરમાં 200 વર્ષ જૂની જે પરંપરા ચાલતી આવતી હતી તેને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. મંદિરમાં 200 વર્ષથી અન્નક્ષેત્ર ચાલું હતું જે આજે બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યું. વીરપુરમાં 200 વર્ષથી અવિરત ભૂખ્યાને ભોજન કરાવવાની પ્રથા ચાલતી આવે છે. કોરોના વાયરસના ભયના કારણે આજે બીજા દિવસે પણ સેવાની ધૂણી બંધ રહી.

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ત્રીજા સ્ટેજમાં કોરોના વાયરસ ભયાનક સ્થિતિ સર્જે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સ્પષ્ટપણે કહ્યું કે કોરોના વાયરસથી બચવાનો  એક જ ઉપાય છે અને તે છે સોશિયલ ડિસ્ટરન્સ રાખવું. લોકો ઘરમાંથી બહાર ન નીકળે. 31 માર્ચ સુધી જો આપણે આ વસ્તુ જાણીશું તો ઓછામાં  ઓછા લોકોને તેની અસર થશે. માણસ ન હોય તો આપણને મજા ન આવે તે પ્રકારનો આપણો સ્વભાવ છે. સતત લોકો એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને એટલે જ કોરોનાનો વ્યાપ વધવાની પૂરતી શક્યતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube