પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ

અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની ₹ 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા.
પઠાણ દંપતી પાસે ચરસના સફેદ લાડુ જોઈને ચોંકી અમદાવાદ પોલીસ

ઝી મીડિયા/અમદાવાદ :અમદાવાદમાં ચરસના જથ્થા સાથે એક દંપતીની ધરપકડ કરાઈ હતી. રશીદખાન પઠાણ અને પત્ની શહેનાઝબાનુ પઠાણની ₹ 29.75 લાખના ચરસનો જથ્થા સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. રેલવે સ્ટેશન બહારથી લાડુ બનાવી પેપરમાં પેક કરી આ દંપતી ચરસનો જથ્થો લઈ જતા હતા, તે વેળાએ ઝડપાઈ ગયા હતા.

જાપાનીઝ યુગલ લગ્ન કરવા ગુજરાત આવ્યું, બળદ ગાડામાં નીકળી જાન

અમદાવાદ ક્રાઈમ બાન્ચને બાતમી મળી હતી કે, અમદાવાદમાં એક દંપતી ચરસની હેરાફેરી કરી રહ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વોચ ગોઠવી હતી. પોલીસે ફુલપ્રુફ પ્લાનિંગ બનાવીને દંપતીને પકડવા માટે ટીમ બનાવી હતી. જે દંપતી રશીદખાન પઠાણ અને તેની પત્ની શહેનાઝબાનુ પઠાણ ચરસ લઈને જવાનું હતુ તેમની તસવીર પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાસે હતી. તેથી જેમ આ દંપતી રેલવે સ્ટેશનની બહાર આવ્યું, તો તરત જ તેઓને પકડી લેવામાં આવ્યું હતું. 

પોલીસે દંપતીની તપાસ કરતા તેમની પાસેથી સફેદ લાડુ મળ્યા હતા. પોલીસે સઘન તપાસ કરી તો આ લાડુ ચરસના રૂપમાં હતા. લગભગ 5950 ગ્રામનું ચરસ પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. આ જથ્થો કુલ 29 લાખનો હતો. જે અન્ય રાજ્યમાંથી લાવીને અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. આ ચરસને રશીદખાન પઠાણ પોતાના વટવા ખાતેના ઘરમાં લઈ જવાનો હતો. પરંતુ તે પહેલા જ પોલીસે તેને પકડી લીધું હતું. 

પકડાઈ ન જાય તે માટે બાળકી સાથે રાખી હતી
આ દંપતી પાસે એક નાનકડી બાળકી પણ હતી. જ્યારે પોલીસે બાળકી વિશે પૂછ્યું તો ચોંકાવનારી માહિતી મળી કે, દંપતી પોલીસ સામે પકડાઈ ન જાય અથવા શંકાસ્પદ ન લાગે તે માટે બાળકીને પોતાની સાથે રાખતા હતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news