નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રંપે લીધી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ચરખો કાંતી લખ્યો મેસેજ

ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું કે, અમારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીને આ ખાસ મુલાકાત કરાવવા બદલ આભાર. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ગયો હતો.

નમસ્તે ટ્રમ્પ: ડોનાલ્ડ ટ્રંપે લીધી ગાંધી આશ્રમની લીધી મુલાકાત, ચરખો કાંતી લખ્યો મેસેજ

અમદાવાદ: 24 ફેબ્રુઆરી, 2020નો દિવસ ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો છે. કારણ કે, પહેલીવાર કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ (Trump India Visit) ગુજરાતની ધરતી પર સીધા પધાર્યા છે. સવારથી જ ગુજરાત સમગ્ર વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની મુલાકાતની લઈને ચર્ચામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. જેના બાદ રોડ શોમાં તેમનો કાફલો ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. 

ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રંપ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નરનું સુતરની આંટી વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ, મેલાનિયા ટ્રમ્પે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાબરમતી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાએ ચરખો કાંત્યો હતો. પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પને ચરખો કાંતવો શીખવાડવાનો પ્રયાસ કર્યો હતો. 

ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં પોતાના અનુભવો લખ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટર બુકમાં લખ્યું કે, અમારા મહાન મિત્ર વડાપ્રધાન મોદીને આ ખાસ મુલાકાત કરાવવા બદલ આભાર. સાબરમતી આશ્રમની મુલાકાત બાદ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો મોટેરા સ્ટેડિયમ જવા માટે રવાના થઈ ગયો હતો.

હાલ ટ્રમ્પ (Trump India Visit) ને આગમનને પગલે અમદાવાનું મોટેરા સ્ટેડિયમ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે હાલ મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) પહોંચવાના દરેક રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહ્યાં છે. ખાસ વાત તો એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના આગમન પહેલા જ મોટેરા સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 હજાર લોકો સ્ટેડિયમમાં સીટ પર ગોઠવાઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમમાં આ નજારો જોવા જેવો બની રહ્યો છે. 

આજે ગુજરાત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બનેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખાસ બની રહેવાનું છે. આ સ્ટેડિયમ પર હાલ સૌની નજર છે. ત્યારે ત્યારે કાર્યક્રમ કઈ દિશામાં જઈ રહ્યો છે તે દર્શાવતું હાલ મોટેરા સ્ટેડિયમનું ચિત્ર છે. મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પના આગમન માટે 28 રાજ્યોના પ્રતિનિધિ આવી ચૂક્યા છે. તો 33 જિલ્લામાંથી લોકો આવી ચૂક્યા છે. હાલ સ્ટેડિયમની કેપેસિટી જોતા તે ફુલ થઈ રહ્યું છે. એક લાખ જેટલી સ્ટેડિયમની કેપેસિટી છે. તમને જણાવી દઈએ કે, 63 એકર જમીન પર આકાર પામી રહેલું વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમનું નવીનીકરણ રૂપિયા 700 કરોડના ખર્ચે થયું છે. મોટેરા ક્રિકેટ સ્ટેડીયમ 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે વિશ્વના સૌથી વધુ ક્ષમતા ધરાવતા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમનો રેકોર્ડ તોડશે.

કોણે બનાવી છે ટ્રમ્પ માટે ખાસ રેસિપી
જ્યારે ભોજન અમેરિકાના રાષ્ટ્રપતિને પિરસવાની વાત આવે ત્યારે શેફની પસંદગી પણ ખાસ બની જતી હોય છે. ટ્રમ્પનું ફૂડ તૈયાર કરવાની ખાસ જવાબદારી ભારતના ફેમસ શેફ સુરેશ ખન્નાને સોંપવામાં આવી છે. સુરેશ ખન્ના ફોરચ્યુન લેન્ડમાર્ક હોટલના પ્રખ્યાત શેફ છે. તેઓ ટ્રમ્પ પરિવાર માટે ઓછા તેલમાં બનનાર ગુજરાતી નાસ્તો અને ચા બનાવશે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકાથી આવેલા 5 NRI ઉદ્યોગપતિઓ, સુરતથી આવેલા 300 ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે સંકળાયેલા 250 ઉદ્યોગપતિઓ જોડાયા છે. ગેસિયા IT એસોસિએશનના 600 મેમ્બર્સ, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના અને IT એસોસિએશનના 80 સભ્યો જોડાયા છે. આ તમામ 30 બસોમાં બેસીને GMDC ગ્રાઉન્ડથી સ્ટેડિયમ જવા રવાના થયા છે. તમામને GMDC ગ્રાઉન્ડથી BRTSની બસોમાં લઈ જવાઈ રહ્યા છે. આ પહેલા તેમને સ્ટેડિયમમાં જવા માટે પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news