ગુજરાતમાં કોરોનાની રસી માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ, આજથી ડોર ટુ ડોર સરવેનો પ્રારંભ

ગુજરાતમાં કોરોનાની રસી માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ, આજથી ડોર ટુ ડોર સરવેનો પ્રારંભ
  • રસીના વિતરણ માટે કો-વિમ નામનુ આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે.
  • સરવે કર્યા બાદ આઇટી પ્લેટફોર્મ મારફતે લોકોને મેસેજ કરી જાણ કરવામાં આવશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાની રસીના વિતરણ અંગે ગુજરાત આરોગ્ય વિભાગે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આજથી રાજ્યભરમાં ડોર ટુ ડોર સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે-ઘરે જઈને સરવેની કામગીરી કરશે. સરવે માટે ટીમોની રચના પણ કરી દેવામાં આવી છે. આ ટીમ દ્વારા ડોર ટુ ડોર સરવેમાં મતદાર યાદીના આધારે ડેટા તૈયાર કરાશે. આ ઉપરાંત જિલ્લા-તાલુકા મથકોએ રસી માટે સ્થળો નક્કી કરાયાં છે. જેમાં સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર રસી માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાયા બાદ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક મળી હતી. જેમાં રસીના વિતરણ મુદ્દે ચર્ચા કરી ડોર ટુ ડોર સરવે કરવાનો નિર્ણય કરાયો હતો. રસીના વિતરણ માટે કો-વિમ નામનુ આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે. રસી લેનારનું નામ, રસી આપનારાનું નામ, ડોઝ આપ્યાની તારીખ, ડોઝનો સ્ટોક સહિત સમગ્ર માહિતી આ પ્લેટફોર્મ પર રહેશે. સરવે કર્યા બાદ આઇટી પ્લેટફોર્મ મારફતે લોકોને મેસેજ કરી જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો : શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

વેક્સીનના વિતરણ માટે કો-વિમ નામનું આઈટી પ્લેટફોર્મ બનાવ્યું
કોરોના રસીકરણ માટે આજથી રાજ્યમાં સર્વે શરૂ કરાયો છે. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં ડોર ટૂ ડોર સર્વે કરાશે. ટૂંક સમયમાં સરવે પૂર્ણ કરી ડેટા એન્ટ્રી સાથે સરકારને યાદી સોંપાશે. 14 ડિસેમ્બર સુધી અલગ અલગ ટીમો ઘરે-ઘરે જઈને સરવે કરશે. ટીમો ડોર ટુ ડોર સરવેમાં મતદાર યાદીના આધારે ડેટા તૈયાર કરશે. રસીના વિતરણ માટે કો-વિમ નામનુ આઇટી પ્લેટફોર્મ તૈયાર કરાયુ છે. આ પ્લેટફોર્મ પર સમગ્ર ડેટાબેઝ તૈયાર કરાશે. 

અમદાવાદમાં 1000 કર્મચારીઓએ સરવે શરૂ કર્યો
અમદાવાદ શહેર માં કોરોના રસી માટે આજથી ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો છે. AMC હેલ્થ વિભાગના 1000 થી વધુ  કર્મીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી છે. 13 ડિસેમ્બર સુધીમાં સરવે પૂર્ણ કરી શહેરની ડેટા એન્ટ્રી સાથેની યાદી સરકારમાં મોકલાશે.  આ સરવેમાં 50 વર્ષથી વધુ અને 50 વર્ષથી નીચે એમ બે જુદી જુદી યાદી તૈયાર કરાઈ રહી છે. 50 વર્ષથી ઓછી ઉંમરમાં ક્રોનિક ડિસીઝ હોય તેવા વ્યક્તિઓની અલગ યાદી તૈયાર કરાશે. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કરને રસી અપાશે. તો બીજા તબક્કામાં અન્ય લોકોને રસી આપવાનું એએમસીનું આયોજન છે.

આ પણ વાંચો : ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, નવસારીમાં વરસાદ પડ્યો 

વડોદરામાં સરવે શરૂ
વડોદરામાં કોરોના રસી માટે આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. જિલ્લામાં 1310 ટીમો દ્વારા સરવેની કામગીરી કરાશે. ચૂંટણીની તૈયારીની જેમ સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. 

રાજકોટમાં આજથી ઘર-ઘર સરવે શરૂ
રાજકોટ મહાનગર પાલિકાની ટીમ આજથી ઘરે-ઘરે જઈને સરવે કરશે. રાજકોટની એક હજાર જેટલી ટીમ આ સરવેની કામગીરીમાં જોડાશે. રસી આવી જાય તો તેને તબક્કાવાર આપવાની તૈયારી ચાલી રહી છે. સ્વાસ્થકર્મીઓ બાદ બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news