શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

ઠંડીનું જોર વધતા જ ગુજરાતમાં અકસ્માતો (accident) ની વણઝાર શરૂ થઈ છે. હિંમતનગરના ગાંભોઈ નજીક કરણપુર પાસે ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો પલટી જતા ચાલક સહિત ત્રણના મોત નિપજ્યા છે. તો ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. ત્રણેય મૃતક યુવાનો અમદાવાદના રહીશ છે.  અકસ્માતની જાણ ગાભોઈ પોલીસને થતા તાત્કાલિક પી એસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

Updated By: Dec 10, 2020, 09:42 AM IST
શામળાજી હાઈવે પર સ્કોર્પિયોને અકસ્માત, અમદાવાદથી નીકળેલા 3 મુસાફરોના મોત

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઠંડીનું જોર વધતા જ ગુજરાતમાં અકસ્માતો (accident) ની વણઝાર શરૂ થઈ છે. હિંમતનગરના ગાંભોઈ નજીક કરણપુર પાસે ગઈકાલે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો છે. સ્કોર્પિયો પલટી જતા ચાલક સહિત ત્રણના મોત નિપજ્યા છે. તો ત્રણને ગંભીર ઈજા પહોંચી છે. ત્રણેય મૃતક યુવાનો અમદાવાદના રહીશ છે.  અકસ્માતની જાણ ગાભોઈ પોલીસને થતા તાત્કાલિક પી એસઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. 

himmat_nagar_accident_zee2.jpg

પ્રાપ્ત માહતી અનુસાર, ગંભોઈ પાસે રાત્રે અમદાવાદથી નીકળેલી સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી. જીજે 27 એપી 4486 નંબરની કારમાં સવાર થઈને અમદાવાદથઈ કેટલાક લોકો નીકળ્યા હતા. રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ સ્કોર્પિયો કારને અકસ્માત નડ્યો હતો. સ્કોર્પિયો કારમાં છ લોકો સવાર હતા. જેમાથી ત્રણના મોત નિપજ્યા છે. કમલેશ ભૂસર, ધર્મેન્દ્ર વર્મા અને પપ્પુ મામા  નામના મુસાફરોનું મોત નિપજ્યું છે. આ તમામ મુસાફરો અમદાવાદ ના અમરાઈવાડી અને નિકોલના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તો સાથે જ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ બન્યા છે. ત્રણ યુવાનોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે 108 માં હિમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ મૃતકોની લાશ ગાંભોઈ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી.