સાબરકાંઠામાં ઓછા વરસાદને લઈ ખેડૂતો ચિંતિત, પાકમાં નુકસાન જવાની શક્યતા


ચાલુ સાલે સારા વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર મોટા પાયે કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણે વરસાદના વરસવાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. પ્રથમ વરસાદ  વાવેતર માટે યોગ્ય વરસ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી લીધું હતું. 

 સાબરકાંઠામાં ઓછા વરસાદને લઈ ખેડૂતો ચિંતિત, પાકમાં નુકસાન જવાની શક્યતા

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠાઃ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ઓછા વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ગત વર્ષની સરખામણીએ ચોમાસુ પાકનું વાવેતર વધુ કર્યું છે જેની સામે ઓછા વરસાદને લઈ પાકમાં સુકારો અને ફૂગ આવવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

ચાલુ સાલે સારા વરસાદની આશાએ ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર મોટા પાયે કર્યું છે પરંતુ પૂરતા પ્રમાણે વરસાદના વરસવાને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે. પ્રથમ વરસાદ  વાવેતર માટે યોગ્ય વરસ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી જેવા ચોમાસુ પાકનું વાવેતર કરી લીધું હતું ત્યારે બાદ યોગ્ય વરસાદના વરસવાને લઇ પાકમાં સુકારો તેમજ ફૂગ લાગી જવાના કારણે હાલ ખેડૂતો ચિંતિત થયા છે. એક તરફ ગત ચોમાસુ સીઝનમાં પાછોતરા વરસાદ વરસવાને લઈ તૈયાર પાક ખરાબ થયો બાદમાં શિયાળુ રવિ સીઝનમાં કામોસમી વરસાદ વરસવાને લઈ ઘઉંના પાકમાં નુકસાન થયું હતું અને ચાલુ વર્ષે સારા વરસાદની આશાએ મોટા પ્રમાણ પાક વાવેતર કર્યું પરંતુ જરૂરિયાત પ્રમાણે વરસાદ ન વરસવાને લઇ ફરી એક વાર ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

એક તરફ સાબરકાંઠા જિલ્લામાં ગત સાલની સરખામણીએ ચાલુ સાલે ચોમાસુ પાકનું વાવેતર વધુ થયું છે તો બીજી તરફ જરૂરિયાત મુજબ નો વરસાદ હાલ વરસ્યો નથી ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે ગત સાલે ચોમાસુ સિઝનમાં 1 લાખ 39 હજાર હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થયું હતું જેની સામે ચાલુ સાલે ચોમાસુ પાકનું વાવેતર 1 લાખ 29 હજાર જેટલું થયું છે.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે જેમાં ગત સાલે મગફળીનું 46 હજાર જેટલા હેકટરમાં વાવેતર થયું હતું જેની સામે ચાલુ સાલે 64 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. મગફળીના વાવેતરમાં એક વિધે 10 હજારથી 12 હજાર રૂપિયાનો અંદાજીત ખર્ચ થતો હોય છે. ત્યારે ગત સાલે ખેડૂતોએ તમામ ખર્ચ અને વાવેતરમાં નુકસાન થયું હતું. ત્યારે ચાલુ સાલે સારા નફાની આશાએ સારી મગફળીનું વાવેતર કર્યું છે પરતું ઓછા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોમાસાનો સરેરાશ 19.93 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. ત્યારે ઓછા વરસાદે ખેડૂતો ની ચિંતામાં વધારો કર્યો છે. ગત સાલે ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદને લઇ ખેતીમાં નુકસાની બાદમાં શિયાળુ પાકમાં કમોસમી માવઠાને લઇ નુકસાની અને ચાલુ સાલે ઓછા વરસાદને લઈ નુકસાની જવાની ભીતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાયો છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news