ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, શિક્ષકોને નુકસાન નહિ થાય, 2800 ગ્રેડ પેનો પરિપત્ર રદ કરાયો
ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેના સુધારાને મંજૂરી મળી છે. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. 4200 ,4400 અને 4600 પગાર ધોરણ ચાલુ રહેશે. શિક્ષકોને અન્યાય નહિ થાય. 4200 ગ્રેડ પેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 2010 પછીના શિક્ષકોની ભરતી થઈ છે એ લોકોને આનાથી નુકસાન થતું હતું એટલે 65,000 શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોને 8 હજારથી વધારે નુકસાન થતું હતું માસિક કેવી રીતે આ નુકસાન જતું હતું. જોકે, શિક્ષકોને 4200 નો ગેડનો લાભ મળવામાં હજુ બે માસ લાગશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલા આંદોલનનો સુખદ અંત આવશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પેના સુધારાને મંજૂરી મળી છે. 65 હજાર પ્રાથમિક શિક્ષકોને લાભ મળશે. ગ્રેડ ડાઉન કરવાનો પરિપત્ર સ્થગિત કરવામાં આવ્યો છે. 4200 ,4400 અને 4600 પગાર ધોરણ ચાલુ રહેશે. શિક્ષકોને અન્યાય નહિ થાય. 4200 ગ્રેડ પેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. 2010 પછીના શિક્ષકોની ભરતી થઈ છે એ લોકોને આનાથી નુકસાન થતું હતું એટલે 65,000 શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોને 8 હજારથી વધારે નુકસાન થતું હતું માસિક કેવી રીતે આ નુકસાન જતું હતું. જોકે, શિક્ષકોને 4200 નો ગેડનો લાભ મળવામાં હજુ બે માસ લાગશે.
દિવસમાં બે વાર દર્શન આપીને ગાયબ થઈ જાય છે ગુજરાતનું આ મંદિર
શિક્ષણમંત્રીએ પ્રાથમિક શિક્ષણ સંઘ સાથે બેઠક કરીને આ નિર્ણય લીધો હતો. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વિવાદ નહિ, પણ સાંભળીને પ્રશ્નનું સમાધાન થયું છે. વિવાદિત પરિપત્ર હતો. તે હાલ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારથી મળવા પાત્ર હતું ત્યારથી આ નિર્ણયની અસર લાગુ કરવામાં આવશે.
તો લોકડાઉનને કારણે અભ્યાસક્રમમાં ઘટાડા અંગે તેઓએ કહ્યું કે, માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. હવે પછીના સમયને ધ્યાનમાં રાખીને 20 ટકાથી 30 ટકા કેટલો અભ્યાસ ક્રમ કમી કરવો તેનો નિર્ણય લેવાશે. ગુજરાતમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવશે. 20 થી ૩૦ ટકા સુધી અભ્યાસક્રમમાં ઘટાડો કરવા વિચારણા શરૂ કરી છે. હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે. નિષ્ણાતો કહેશે તે રીતે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે. ઉપલા ધોરણમાં વિદ્યાર્થીને કામ આવે તેવા જ પાછો અભ્યાસક્રમમાં રાખવામાં આવશે.
શિક્ષકોને કોરોનામાં ફરજ આપવા અંગે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘે કહ્યું કે, શિક્ષકોને શિક્ષણ સિવાયનું કામ ન સોંપવું જોઈએ. આરોગ્યનું કામ શિક્ષકોને સોંપવા અંગે અમે નારાજગી દર્શાવી ચૂક્યા છીએ. આરોગ્યની તાલીમ વગર શિક્ષકો કામ ના કરી શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે