PSI થી પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશનનો વિવાદ: હાઈકોર્ટનો મહત્વનો આદેશ

વર્ષ 2010માં ટ્રેનિંગમાં મેરીટ અને સિનિયોરીટી અંગે થયેલા વિવાદના કારણે છેલ્લા એક વર્ષથી પ્રમોશનની પ્રક્રિયા અટકી ગઈ હતી. 
 

PSI થી પોલીસ ઇન્સ્પેક્ટરના પ્રમોશનનો વિવાદ: હાઈકોર્ટનો મહત્વનો આદેશ

મૌલિક ધામેચા/ અમદાવાદઃ પોલીસ સબ ઈન્સ્પેક્ટરથી પોલીસ ઈન્સ્પેક્ટરના પ્રમોશનના મામલો છેલ્લા એક વર્ષથી અટકેલો હતો. રાજ્ય સરકાર કોઈ ને કોઈ કારણસર નિર્ણય લઈ રહી ન હતી. ગુજરાત હાઈકોર્ટે ગુરૂવારે મહત્વનો નિર્ણય લેતાં સરકારે 17/5/2018ના રોજ તૈયાર કરેલા સિનિયોરિટી લિસ્ટ પ્રમાણે પ્રમોશન પ્રક્રિયા આગળ ધપાવવા લીલીઝંડી આપી છે. જેના કારણે 500થી વધુ PSIના પ્રમોશનનો માર્ગ મોકળો બન્યો છે. 

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ આ કેસમાં પ્રમોશન આપવા અંગે મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો, જેને હાઈકોર્ટે નવા આદેશ સાથે રદ્દ કર્યો છે. વર્ષ 2010માં ટ્રેનિંગમાં મેરીટ અને સિનિયોરીટી અંગે થયેલા વિવાદના કારણે છેલ્લા એક વર્ષથી પ્રમોશનની પ્રક્રિયા અટકી ગઈ હતી. 

રાજ્યમાં હાલ 400થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટરની જગ્યાઓ ખાલી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આ ખાલી જગ્યાઓ ભરવા જેને લાગુ પડતું હોય તેમને પોલીસ સબ ઈન્સપેક્ટરમાંથી પોલીસ ઈન્સપેક્ટરનું નિયમાનુસાર પ્રમોશન આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. હાઈકોર્ટના આ આદેશના કારણે 500થી વધુ PSIના  પ્રમોશનનો માર્ગ બન્યો મોકળો બન્યો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news