ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં

ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

Updated By: Sep 7, 2020, 10:38 AM IST
ગુજરાતી ગાયક કલાકારનું લંડનમાં મોત, પરિવાર પર તૂટ્યું આભ, ચાહકો શોકમાં

યોગીન દરજી, ખેડા: ગુજરાતી યુવકનું લંડનમાં મોત થયું છે. લંડનના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

આ પણ વાંચો:- અમદાવાદમાં આજથી કોરોના ગાઈડલાઈન સાથે મેટ્રો સેવા પુન:શરૂ, જાણો કયા સમયે દોડશે ટ્રેન

પ્રાપ્ત માહિત અનુસાર, પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયું છે. મૂળ મહેમદાવાદના વતની વિજય લંડનમાં સ્થાયી થયા હતા. થોડા જિવસો અગાઉ કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સારવાર બાદ સ્વસ્થ બની બે દિવસ અગાઉ જ હોસ્પિટલમાંથી રજા મેળવી હતી.

આ પણ વાંચો:- અમદાવાદ: પાણીની આવકથી વાસણા બેરેજનો 1 દરવાજો ખોલાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

જો કે, ગતરોજ પુન: તબિયત બગડતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે વિજય ગઢવી લંડનમાં પ્રખ્યાત ભારતીય કલાકાર હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે. ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવકનો કોરોનાએ ભોગ લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર