હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ રીક્ષા ચાલકોની આવ્યા પડખે, કલેક્ટરને કરી આ રજૂઆત
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.
Trending Photos
અતુલ તિવારી, અમદાવાદ: હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણી રીક્ષાચાલકો, લારી-ગલ્લા તેમજ પાથરણાવાળાઓના પડખે આવ્યા છે. કોંગ્રેસ નેતા હર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જુદા-જુદા એસોસિએશનના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. રીક્ષાચાલકો માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે તેવી માગ સાથે કલેકટરને રજૂઆત કરી છે.
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, પોલીસ તરફથી રિક્ષાચાલક, પાથરણાવાળા તેમજ લારી-ગલ્લાવાળાઓને હેરાનગતિ ન થયા તેમજ પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે પણ ન લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. રિક્ષા સલાવીને ગુજરાન ચલાવતા લોકો માટે 21 હજાર રુપિયાની સહાયની માગ કરી છે. રિક્ષાના હપ્તા ચાલુ હોય તો બેન્ક અથવા પેઢી દ્વારા લોનમાં રાહત આપવામાં આવે તેવી માગ કરી રિક્ષાચાલકોને તાત્કાલીક 50 હજાર રૂપિયાની લોન બેન્ક/પેઢી/નિગમ તરફથી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
આ તમામ માગ એકથી વધુ રીક્ષા, સરકારી નોકરીમાંથી નિવૃત ઓટોરિક્ષાવાળા અને 24 વર્ષથી મોટી ઉંમરના બાળક ધરાવતા રિક્ષા ચાલકો અને ભાડે રિક્ષા આપનારને આ પ્રકારની મદદથી બાકાત રાખવાની પણ રજૂઆત કરી છે. કેટલાક રાજ્યોએ રિક્ષાચાલકોને મદદ માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય સરકાર પણ સહાય કરે તેવી વિનંતી કરી છે. રાજ્યમાં આત્મનિર્ભર લોન અપાઈ રહી છે પરંતુ તે મેળવી અઘરી અને તેની પ્રક્રિયા જટિલ હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે