close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઇન્કમટેક્સ રિફંડના નામે ઓનલાઇન ઠગાઇ કરતી આંતરરાષ્ટ્રીય નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ

ઈ-મેઇલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

Kuldip Barot - | Updated: Jun 13, 2019, 06:52 PM IST
ઇન્કમટેક્સ રિફંડના નામે ઓનલાઇન ઠગાઇ કરતી આંતરરાષ્ટ્રીય નાઇજીરીયન ગેંગનો પર્દાફાશ

ઉદય રંજન/અમદાવાદ: ઈ-મેઇલ મારફતે ઈન્ક્મટેક્ષ રિફંડ આપવાની લાલચ આપી ભારતીય નાગરિકો સાથે કરોડોની ઠગાઈ કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ઝડપી પડી છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો ભેદ પ્રથમ વખત ભારતમાં અમદાવાદ સાયબર ક્રાઇમએ શોધી કાઢી અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 

અમદાવાદના એક વેપારીને 8 માસ પહેલા એક મોબાઈલમાં ઈમેલ આવ્યો હતો, કે તમને ઈન્ક્મટેક્સ રિફંડ કરવાનું છે. આ લિંક પર ક્લિક કરો, ફરિયાદીએ લિંક પર ક્લિક કરતા ઓનલાઇન એક ફોર્મ ભરાવામાં આવ્યું હતું. અને થોડા જ સમયમાં ફરિયાદીના મોબાઈલમાં TMOBILE નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આવી ફરિયાદીએ તેના ઓર ક્લિક કરતા ના થોડા જ સમયમાં આખો મોબાઈલ હેક કરી લેવામાં આવ્યો હતો. નાઈઝિરિયન ગેંગ દ્વારા અને મોબાઈલ માંથી બેન્કના આઈડી પાસવર્ડ સહીત અગત્યના દસ્તાવેજો ચોરી લેવામાં આવ્યા અને ફરિયાદીના બેન્ક એકાઉન્ટ માંથી બે લાખની રોકડ પણ ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. 

ફરિયાદ નોંધાતાની સાથે જ સાયબર ક્રાઇમ બ્રાંચ તપાસમાં લાગી પણ લાંબા સમય બાદ પણ કોઈ માહિતી ન મળતા આખરે સાયબર ક્રાઇમના અધિકારીઓ પણ ગુનેગારોની જેમ વિચારી જે ઈમેલ આવ્યો હતો તેના આઈપી એડ્રેસથી ઉંધી શરૂવાત કરી છેલા આઈપી એડ્રેસ સુધી પોહચી નાઈઝિરિયન ગેંગના સર્વર સુધી પોહચીને નાઈઝિરિયન ગેંગનું સર્વર હેક કરી માહિતી ભેગી કરી જેમાંથ  સાયબર ક્રાઇમ બ્રાંચને એક મોબાઈલ નંબર મળી આવ્યો જે મુંબઈમાં એક્ટિવ હોવાથી પુલીસે મુંબઈમાં તપાસ શરુ કરી હતી.મુંબઈ માંથી પોલીસે નાઈઝિરિયન ગેંગના ઈદ્રીશ ડિકોસ્ટા , ઇફાઇન ઓધુ , અને સેનીડુ જોસેફ સહીત ચાર ભારતીય ઈરફાન દેશમુખ , તાબીસ દેશમુખ ,નિઝામુદીન શેખ અને રાજેશ ગાયકવાડની ધરપકડ કરી મોબાઈલ સહીત પાસપોર્ટનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તમિલનાડુમાં વધુ લોકોને શિકાર બનાવ્યા
આ ઠગ ટોળકીએ દેશમાં અનેક વિસ્તારમાં લોકોને મેઇલ કરી પોતાના શિકાર બનાવ્યા છે. મોબાઇલમાં લિંક ક્લિક કરતાં જ આ ટોળકી એ લોકોનો મોબાઇલ હેક કરી એમાં રહેલ તમામ ડેટા ચોરી કરી લેતી અને બાદમાં બેંકિંગ વિગતોને આધારે એ વ્યક્તિના બેંક એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરી લેતી હતી. તમિલનાડુ રાજ્યમાં આ ટોળકીએ સૌથી વધુ 410 જેટલા લોકોને શિકાર બનાવી એમના મોબાઇલના ડેટાની ચોરી કરી હતી. 

રાજ્ય મોબાઇલ
ગુજરાત 116
મહારાષ્ટ્ર 223
રાજસ્થાન 43
મધ્યપ્રદેશ 15
પંજાબ 54
હરિયાણા 131
દિલ્હી 194
ઉત્તરપ્રદેશ 134
બિહાર 14
ઝારખંડ 16
જમ્મુ-કાશ્મીર 11
પ. બંગાળ 99
તમિલનાડુ 410
ઓરિસ્સા 19
તેલંગાણા 50
કેરલા 21
ગોવા 6
કર્ણાટક 297
છત્તીસગઢ 7
મણીપુર 1
આસામ 25
આંદોબાર નિકોબાર 1
દમણ 1
પાંડિચેરી 1
હિમાચલ પ્રદેશ 11

વાયુની અસર: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ

આરોપીઓ કઈ રીતે ગુનો આચરતા હતા ?
આરોપીઓ ગ્રાહકના ઈમેલ આઈડી પર એક ઈમેલ મોકલતા હતા જેમાં ઇન્કમટેક્ષ રિફંડ મોકલવાનો મેસેજ મોકલતા હતા.  સાથે જે એક લિંક આપેલી હોય જેમાં ક્લિક કરતા એક ઓનલાઇન ફોર્મ ખુલતું જેમાં સબમિટ કરતા એક TMOBILE નામની એક એપ્લિકેશન ની લિંક આવતી હતી. જેના પર ક્લિક કરતા જ મોબાઈલ હેક થઇ હતી. ત્યાર બાદ નાઈઝિરિયન ગેંગ તમામ આઈડી પાસવર્ડ અને દસ્તવેજ ચોરી લઈ બેંકમાંથી ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી લેતા અને અંતમાં બિટકોઈનના વોલેટમાં તમામ પૈસા ટ્રાન્સફર કરી લઈને નાઇઝીરીયામાં અથવા અન્ય દેશમાં પૈસા રોકડા કરી લેતા હતા.

પોરબંદરનો દરિયો થયો તોફાની, 70 કિમીની ઝડપે પવન ફૂકાતા ટાવર ધરાશાઇ

સાયબર ક્રાઇમ બ્રાંચે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસ કરતા પોલીસેને 4727 લોકો ના ડેટા મળી આવ્યો હતો. જે તમામ લોકોના મોબાઈલ હેક આ નાઈઝિરિયન ગેંગ કરી ચુકી છે. આ તમામ લોકો ભારતના અલગ અલગ રાજ્ય ના હોવાનું પણ સામે આવ્યું છે.

પોરબંદર : ભારે પવનથી દરિયામાં તૂટી પડી ભૂતેશ્વર મહાદેવની દિવાલ

પોલીસે જ્યારે આરોપીઓ ના મોબાઈલ ની તપાસ કરી તો તેમાંથી ફરિયાદના હેક કરાયેલ ડેટાબેઝના યુઝરનેમ પાસવર્ડ , પ્રોફાઈલ પાસવર્ડ , એકાઉન્ટ નંબર , ડેબિટકાર્ડ નંબર , એક્સપાયરી ડેટ , સીવીવી નંબર , પિન નંબર , સિક્યુરિટી કવેશન અને તેના જવાબ, આધારકાર્ડ, પાનકાર્ડ, પૂરું નામ સરનામું, જન્મ તારીખ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તેમજ મોબાઈલમાં ઇન્સ્ટોલ એપ્લિકેશન ત્યારે પોલીસે અન્ય આરોપીઓને ઝડપવા અને ગુનાનો ભેદ ઉકેલવા પ્રયાસ શરુ કર્યા છે.