International Yoga Day 2019: જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાયું છે આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

International Yoga Day 2019: જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાયું છે આયોજન

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. રાજ્યભરમાં 'યોગ ફોર હાર્ટ'ના સ્લોગન સાથે જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

સીએમ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ હાજરી આપશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ખાસ આકર્ષણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું બિરુદ ધરાવતી સ્ટેચ્યુ ઓફ યુનિટી રહેશે. અહીં 'અનેક્તામાં એક્તા'ના મંત્ર સાથે વિવિધ ધર્મસંપ્રદાયના 1000 જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓ 'સાંધ્ય યોગ સાધના' કરવાના છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. આ કારણે, સાંજે 4.00 કલાક પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવશે. 

— CMO Gujarat (@CMOGuj) June 20, 2019

રાજ્યભરમાં 50 હજારથી વધુ સ્થળોએ ઉપર 1.50 કરોડથી વધુ લોકો સામુહિક યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે આવેલા મેદાનમાં શહેરની 20થી વધુ શાળાના વિદ્યાર્થીઓ એક્ઠા થઈને વહેલી સવારે સામુહિક યોગ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહેવાના છે. 

— Vijay Rupani (@vijayrupanibjp) June 20, 2019

ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ સામુહિક યોગ
અંબાજી, દ્વારા, સોમનાથ, લોથલ, રાણકી વાવ સહિત રાજ્યના 150 જેટલા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થલોએ પણ સામૂહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેને કારણે ઐતિહાસિક સ્થળો પર સુંદર દ્રશ્યો જોવા મળશે. આ ઉપરાંત, રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા મથક ખાતે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા, ખાનગી કંપનીઓ, કોર્પોરેટ ગૃહ, શૈક્ષણિક સંસ્થાઓ, બિન-સરકારી સંસ્થાઓ, શાળાઓ અને વિવિધ કચેરીઓમાં પણ સામુહિક યોગનું આયોજન કરવામાં આવ્યું છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news