'કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે, પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર'

મધ્ય પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેની અસર ગુજરાતના રાજકારણ ઉપર પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે જેને લઈને પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટી છોડવાની ઘટનાને દુ:ખદ ઘટના પણ ગણાવી. 

'કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે, પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર'

હાર્દિક દીક્ષિત, વડોદરા: મધ્ય પ્રદેશના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામાથી જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. જેની અસર ગુજરાતના રાજકારણ ઉપર પણ જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે આ અંગે પોતાનું નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી દિગ્ગજ નેતા જઈ રહ્યાં છે જેને લઈને પાર્ટીએ મનોમંથન કરવાની જરૂર છે. તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાની પાર્ટી છોડવાની ઘટનાને દુ:ખદ ઘટના પણ ગણાવી. 

તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય તો ચોક્કસ પાર્ટી એમા વિચારતી હોય પરંતુ અમારો પરિવાર છે તેમાં કોઈની નારાજગી જેમ કે જે પ્રકારે સત્યજીતસિંહ ગાયકવાડે પોતાનું નિવેદન આપ્યું તેમની વ્યથા ઠાલવી, બની શકે કે તે વાત સાચી હોય. પરંતુ પાર્ટી પણ આ બધી વાતનું ધ્યાન રાખે જ છે અને રાખશે પણ ખરી. 

અત્રે જણાવવાનું કે ગઈ કાલે સાંજે સત્યજીતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે જ્યોતિરાદિત્યનું કોંગ્રેસ છોડવું પાર્ટી માટે સૌથી ખરાબ સમય છે. તેમની પાર્ટીમાં સતત અવગણના થઈ રહી હતી. કોંગ્રેસે યસમેનની રાજનીતિમાંથી બહાર આવવું પડશે. જમીન સ્તર પર જોડાયેલા નેતાઓને કોંગ્રેસ સાઈડ લાઈન કરે છે. 

જુઓ LIVE TV

જો કે નરેન્દ્ર રાવતે પછી એમ પણ કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા સત્તાની લાલસામાં કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડી રહ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની નેતાગીરી બદલવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું હતું તેમને તેમણે શરમજનક ગણાવ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસને અત્યારે અમિત ચાવડાનું સક્ષમ નેતૃત્વ છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news