સૂર્ય ઉગતા પહેલા પીઓ તો ફાયદો, સૂર્યોદય બાદ નશાકારક પીણું... નર્મદા જિલ્લામાં નીરાની બોલબાલા

કાતિલ ઠંડીની મોસમની શરૂઆત થઈ ગઈ છે, નર્મદા જિલ્લામાં પીવાતા પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે. અંતરિયાળ નર્મદા જિલ્લો 42 ટકા વન વિસ્તાર ધરાવે છે અને તેથી જ અહી ચારેતરફ વનરાજી છે. હાલ નર્મદા જિલ્લાના કુદરતી તાડના ઝાડ પર થતા નીરાની મોસમ પણ શરૂ થઇ ગઈ છે અને લોકો આ આરોગ્યવર્ધક પીણાની લહેજત માણી રહ્યાં છે. સાથે જ તાડના ઝાડ આ આદિવાસીઓ માટે આવકનું સાધન પણ બની રહ્યું છે. આયુર્વેદ તજજ્ઞોની દ્રષ્ટિએ આ પૌષ્ટિક પીણાંને માત્ર સવારે જ પીવાનું સૂચન કરે છે. 

 સૂર્ય ઉગતા પહેલા પીઓ તો ફાયદો, સૂર્યોદય બાદ નશાકારક પીણું... નર્મદા જિલ્લામાં નીરાની બોલબાલા

જયેશ દોશી/નર્મદા :કાતિલ ઠંડીની મોસમની શરૂઆત થઈ ગઈ છે, નર્મદા જિલ્લામાં પીવાતા પૌષ્ટિક પીણું ગણાતા નીરાની મોસમ પણ ખીલી ઉઠી છે. અંતરિયાળ નર્મદા જિલ્લો 42 ટકા વન વિસ્તાર ધરાવે છે અને તેથી જ અહી ચારેતરફ વનરાજી છે. હાલ નર્મદા જિલ્લાના કુદરતી તાડના ઝાડ પર થતા નીરાની મોસમ પણ શરૂ થઇ ગઈ છે અને લોકો આ આરોગ્યવર્ધક પીણાની લહેજત માણી રહ્યાં છે. સાથે જ તાડના ઝાડ આ આદિવાસીઓ માટે આવકનું સાધન પણ બની રહ્યું છે. આયુર્વેદ તજજ્ઞોની દ્રષ્ટિએ આ પૌષ્ટિક પીણાંને માત્ર સવારે જ પીવાનું સૂચન કરે છે. 

આદિવાસી નર્મદા જિલ્લામાં તાડના અસંખ્ય વૃક્ષો આવેલા છે. જિલ્લાના પાંચેય તાલુકામાં તાડના વૃક્ષો પર નાના નાના માટલા બાંધી તેમાંથી ઝરતો રસ ઝીલાઈ રહ્યો છે. જે રસ સવારમાં નીરો તરીકે પીવાય છે. હાલોલ જતા રસ્તા પર વહેલી સવારે લોકો નીરો પીવા ઉમટી રહ્યા છે અને નીરાના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાય આદિવાસીઓને હાલ નીરાના વેચાણ થકી આજીવિકા પણ મળી રહી છે. 100 ફૂટ જેટલા ઊંચા ઝાડ પર ચઢી બાંધવામાં આવતી માટલીમાં ઝરતા રસને તેઓ એકત્રિત કરી તેનું વેચાણ કરવામાં આવે છે. આ તાડના ઝાડ આદિવાસીઓ માટે આવકનું પૂરક સાધન પણ બની રહ્યું છે. આરોગ્યની દ્રષ્ટિએ નીરો સવારમાં સૂર્ય ઉગતા પહેલા પીવાય તો ફાયદો કરે છે અને ત્યારબાદ તે તાડી એટલે કે નશાકારક પીણું બની જાય છે. તેથી નીરાનો સંગ્રહ કરવા સરકાર દ્વારા નીરા કેન્દ્ર બનાવાય તેમ પણ અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે. 

નીરો વેચનાર સ્થાનિક વ્યક્તિ હેમંત વસાવા કહે છે કે, શરીરને સ્ફૂર્તિ પ્રદાન કરતા નીરામાં અનેક ઔષધીય ગુનો પણ રહેલા છે. ખાસ કરીને પેટના રોગો જેવા કે પથરી અને આંતરડાનો રોગ, પાચન તંત્ર તેમજ જઠરના રોગોમાં નીરો પીવાથી અનેક લાભો થાય છે. નીરામાં અન્ય એક અવગુણ પણ છે કે, નીરો સૂર્યોદય પછી પીવામાં આવે તો તે તાડી બની જાય છે અને તાડી એક કેફી પીણું કહેવાય છે અને લોકો તેનાથી વ્યસની બની જાય છે. નીરો સવારમાં સૂર્યોદય પહેલા જ અને મોડામાં મોડો સવારના આઠ વાગ્યા સુધી જ પીવું હિતકારી છે. 

આ વિસ્તારના લોકોને વધુ રોજગારી મળે તે માટે સરકાર દ્વારા નીરો કેન્દ્ર બનાવવામાં આવે અને આ નીરાને તાડી બનતો અટકાવાય તેવી માંગણી કરી રહ્યાં છે. વળી નીરા કેન્દ્ર બને તો આખો દિવસ તાજો અને પૌષ્ટિક નીરો જિલ્લા વાસીઓને મળે તેમ પણ લોકો ઈચ્છી રહ્યા છે. શિયાળામાં ઠંડીની મોસમમાં નીરો પીવાથી શરીરને તાજગી મળે છે. નીરો પીવા માટે નર્મદા જિલ્લામાં લોકો મોટા શહેરોમાંથી આવે છે. ત્યારે આદિવાસીઓની પૂરક રોજગારી ગણાતા આ નીરા માટે જિલ્લામાં નીરા કેન્દ્ર બને તે ઈચ્છનીય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news