સસ્તી વસ્તુ મળતા જ દેશના દુશ્મનને ભૂલી ગયા લોકો, દિવાળીમાં પ્રગટાવશે ચીનના દીવા

સસ્તી વસ્તુ મળતા જ દેશના દુશ્મનને ભૂલી ગયા લોકો, દિવાળીમાં પ્રગટાવશે ચીનના દીવા
  • ચીન સાથે સબંધો બગડતા વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચાઇનાની ચિજવસ્તુઓ બહિષ્કાર કરવાનો સૂર ઉઠ્યો હતો. પરંતુ, જેમ જેમ સમય પસાર થતાં લોકો પુનઃ ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદવા તરફ વળી ગયા છે

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાની મહામારી વચ્ચે આવી રહેલા પ્રકાશ પર્વ દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરાના લોકો કોરોનાની મહામારીની દહેશત અને કમરતોડ મોંઘવારીને ભૂલીને પ્રકાશ પર્વ દિવાળી (diwali 2020) ને મનાવવા સજ્જ થઇ રહ્યા છે. છેલ્લાં બે દિવસથી વડોદરાના બજારોમાં ખરીદીનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. જેમાં લોકો ચીન સાથે દેશના બગડેલા સબંધોને ભૂલીને ચાઇનાની સસ્તી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ઘરને રોશનીથી ઝળહળા કરતા રંગબેરંગી લાઇટિંગ, કેન્ડલ, કોડિયા, ઇલેકટ્રોનિક્સ દીવડા, ઝુમ્મર સહિતની ચીજ વસ્તુઓની ધૂમ ખરીદી કરી રહ્યા છે. 

આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટમાં 12ના મોત બાદ માલિકોની પૂછપરછ શરૂ કરાઈ 

ચીન સાથે સબંધો બગડતા વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચાઇનાની ચિજવસ્તુઓ બહિષ્કાર કરવાનો સૂર ઉઠ્યો હતો. પરંતુ, જેમ જેમ સમય પસાર થતાં લોકો પુનઃ ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદવા તરફ વળી ગયા છે. જેમાં ખાસ કરીને આગામી આવી રહેલી દિવાળી પર્વમાં બજારોમાં ચાઇનાની સસ્તી અને સારી વિવિધ ચીજવસ્તુઓ આવતા લોકો મન મૂકીને ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદી કરી રહ્યા છે. પ્રકાશ પર્વ દિવાળીમાં લોકો ઘરને રંગબેરંગી રોશનીથી શણગારે છે. ભારતીય બનાવટના ઝબુકીયા રૂપિયા 70 થી શરૂ થાય છે. તે સામે ચાઇનાના ઝબુકીયા રૂપિયા 30થી શરૂ થતાં હોય છે. પરિણામે ગ્રાહકોની પ્રથમ પસંદગી ચાઇનાની હોય છે. તે જ રીતે ચાઇનાના ઇલેકટ્રોનિક દીવડા, લેમ્પ સહિતની ચાઇનાની ચીજવસ્તુઓ સસ્તી હોવાથી લોકો ચાઇનાની ચિજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

લાઇટિંગની ખરીદી માટે મુખ્ય બજાર ગણાતા મંગળ બજાર, મુન્શીનો ખાંચો, રાજમહેલ રોડ ચાઇનાની લાઇટોની રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. આ બજારોમાં દુકાનદારો તેમજ નાની-મોટી ઇલેકટ્રોનિક્સની દુકાનોમાં પણ ચાઇનાની લાઇટોની જ માંગ છે. શહેરના માર્ગો ઉપર સિઝનલ વેપારીઓ ચાઇનાના ઇલેકટ્રોનિકસ દીવડાઓ વેચવા બેસી જતાં માર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. રાજમહેલ રોડ ચાઇનાની લાઇટો, કેન્ડલોથી ઝળહળી ઉઠ્યો છે. દુકાનો, શો રૂમો, શોપિંગ મોલ પણ ચાઇનાની રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યા છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, ચીન સાથે ભારતના સબંધો બગડ્યા હોવા છતાં, વડોદરાના બજારોમાં ચાઇનાની ચીજવસ્તુઓનું રાજ છે. ચાઇનાની ચીજવસ્તુઓનો વિરોધ કરીને દેશદાઝ દાખવનારા લોકો પણ ચાઇનાની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

આ પણ વાંચો : કોરોના વચ્ચે ગુજરાતમાં વધુ એક જીવલેણ રોગે માથુ ઉચક્યું, 8 બાળકોનો લીધો ભોગ

ગ્રાહક રોશનીબેન શાહે કહ્યું કે, આગામી દિવાળી હોવાથી અમે ખરીદી કરવા નીકળ્યા છે. બજારમાં ચાઇનાની લાઇટિંગ સારી અને સસ્તી હોવાથી અમે ખરીદી રહ્યા છે. ચીનની લાઇટો સરસ છે. લેવા જેવી છે. અમે ચાઇનાની લાઇટો ખરીદી છે. મોટા ભાગના લાઇટિંગ બજારમાં ચાઇનાની જ લાઇટો મળી રહી છે. અને તે આપણી સ્થાનિક બનાવટ કરતા સસ્તી છે.

વેપારી જય ઠાકોરે જણાવ્યું હતું કે, આ વખતે ગત વર્ષ જેવી દિવાળી નથી. લાઇટીંગની વાત કરવામાં આવે તો આ વખતે ચાઇનાથી આવતા માલ ઉપર ડ્યુટી વધારી દેવામાં આવી હોવાથી મોટા ભાગના વેપારીઓએ ખરીદી કરી નથી. પરંતુ, ગત વર્ષનો લાખ્ખોનો લાઇટીંગનો માલ હતો તે માલ બજારમાં વેચાઇ રહ્યો છે. વડોદરાના બજારમાં ગુબ્બારા, લાઇટીંગની ઘણી વેરાયટી છે. ચાઇનીસ લાઇટીંગ સસ્તી અને સારી હોવાથી ગ્રાહકો ચાઇનીસ લાઇટો ખરીદી રહ્યા છે. વડોદરાના બજારમાં ડીજીટલ લાઇટીંગનું પણ વેચાઇ રહી છે. કોરોનાના કારણે છ માસ સુધી બજારો બંધ રહેવાના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકશાન થયું છે. જોકે, આગામી દિવાળીને લઇ બજારોમાં ખરીદી શરૂ થતાં વેપારીઓમાં ખૂશી જોવા મળી રહી છે. જેમાં લાઇટીંગ બજારમાં ધૂમ ખરીદી શરૂ થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news