રો રો ફેરીમાં મુસાફરી કરવા ટિકિટનું કરાવું પડશે બુકિંગ, લોકોની જામી ભીડ
રો રો રોપેક્સનો પ્રારંભ થયા બાદ દહેજથી ભાવનગર અને ભાવનગરથી દહેજ જહાજ ફૂલ બોકીંગ સાથે હાલ છેલ્લા ત્રણ દિવસથી જઈ રહ્યું છે
Trending Photos
ભૈમિક સિધપુરા/ ભાવનગર: ગુજરાત સરકારની 600 કરોડની યોજના સૌરાષ્ટ્રવાસીઓ માટે રંગ લાવી રહી છે. રો રો રોપેક્સનો પ્રારંભ થયા બાદ દહેજથી ભાવનગર અને ભાવનગરથી દહેજ જહાજ ફૂલ બોકીંગ સાથે હાલ છેલ્લા ત્રણ દિવસથી જઈ રહ્યું છે. જો કે દિવાળી સમયમાં સુરતવાસીઓ અને ટ્રાન્સપોર્ટરો માટે આશીર્વાદ રૂપ બની ગઈ છે. દિવાળી સમયે રોપેક્સ ફૂલ જઈ રહી છે, ત્યારે મુસાફરોની કેટલીક માંગ છે તો દિવાળી બાદ આ રો રો ફેરી શરુ રહે અને લોકોને સમયને પગલે પરવડે તેવી માંગો પણ લોકો કરી રહ્યા છે. બાકી સૌરાષ્ટ્રની સકલ બદલાવવામાં રોપેક્સ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ લોકો ખુદ માની રહયા છે.
ભાવનગરના ઘોઘા ખાતેનો ઘોઘા દહેજ પ્રોજેક્ટ શોળે કળાએ ખીલ્યો છે તેમ કહેવામાં કશું ખોટું નથી. રોપેક્સ ફેરી સર્વિસનો સીએમએ શુભારંભ કર્યા બાદ ભાવનગર અને સૌરાષ્ટ્રવાસીઓ તેનો પુરા બળ સાથે લાભ લઈ રહ્યા છે. હાલમાં રોપેક્સ છેલ્લા ત્રણ દિવસથી ફૂલ બુકિંગમાં ચાલી રહી છે. એડવાન્સ બુકિંગ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. જો કે દિવાળી અને બાદમાં 10 દિવસયી રોશની હોવાનું મનાઈ રહ્યું છે પણ પરિસ્થિતિ કઈક અલગ છે.
લોકો ખુદ સ્વીકારે છે કે રોપેક્સથી અનેક ફાયદાઓ છે. જેને લોકો સમજે તો ઘરમાં બેઠા બેઠા મુસાફરી કરવા સમાન મુસ્ફારોએ જ રોપેક્સ ફેરીને ગણાવી છે. જો કે ટ્રાન્સપોર્ટરોએ પણ તેનો લાભ લેવાનું શરુ કર્યું છે. હાલ સુરતથી આવતા લોકો રોરોમાં પોતાનાં પરિવાર સાથે ભાવનગર અને ભાવનગરથી સુરત જનારા લોકોની ભીડ લાગી છે. લોકો કોઈ પણ પ્રકારના થાક વગર મુસાફરી અને સમયના બચત વાળી સેવા હોવાનું કહી રહ્યા છે. લોકોની માંગ છે કે આ ચાલુ રહેવી જોઈએ, ના કે આવી સેવા બંધ થવી જોઈએ.
ઘોઘા દહેજ રો રો ફેરી 6 વર્ષ પહેલા પૂર્વ સીએમ અને હાલના પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમહુર્ત બાદ પીએમના હસ્તે જ શરુ કરવામાં આવી હતી. 200 વર્ષ પહેલા ઘોઘા બંદરે મરી મશાલાનો મોટો વ્યવસાય થતો હતો. ઈતિહાસ બની ગયેલા બંદરને ફરી પીએમ દ્વારા પુનરાવર્તન કરીને હકીકતમાં ફેરવી દીધો છે. આજે ગુજરાત સાથે સૌરાષ્ટ્રનું જોડાણ એક કલાકમાં થઇ ગયું છે. મુસાફરી કરનાર લોકો ફેરીને આશ્રીવાદરૂપ માને છે.
શારીરિક રીતે ફળદાયી અને જીવના જોખમમાં ઘટાડા વાળી સેવા માની રહ્યાં છે. લોકોની માંગ છે કે ફેરીમાં સેવા વધારવામાં આવે અને સૌરાષ્ટ્રના અવિકાસના દ્વારા ખુલે જો કે નાની મોટી સમસ્યાઓને હલ કરવામાં આવે જેવી કે વૃધ્ધો માતાએ લીફ્ટ તો સમયમાં ફેરફાર જેવી માંગો લોકોએ કરી છે. 600 કરોડનો પ્રોજેક્ટ રંગ લાવી રહ્યો છે. બસ જરૂર છે લોકોને આ સેવાનો સદાય લાભ મળતો રહે.
જો કે દિવાળી ટાણે લોકોની ભીડ અને જહાજમાં ફૂલ બુકિંગ હોવાનું માની શકાય પરંતુ દિવાળી બાદના 10 દિવસ પછી રોપેક્સનો લાભ લોકો લેતા રહે તે પણ એટલું જરૂરી છે. કારણ કે જો ટ્રાન્સપોર્ટર કે મુસાફરો લાભ નહી લે તો કોઈ પણ કંપની ખોટમાં પોતાનો ધંધો કરશે નહી અને ફરી ભાવનગર વિકાસની દોડમાં પાછળ ધકેલાઈ શકે છે. ત્યારે લોકોની સહકાર લોકોના હિતાર્થે ખુબ જરૂરી હોવાનું પણ સરકાર અને કમ્પની પણ માની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે