ભારત બંધમાં ગુજરાતમાં કોંગ્રેસે ટાયરો સળગાવ્યા, ખેડૂત સમર્થનમાં નારા લાગ્યા

ખેડૂતોના ભારત બંધના આહવાન સામે આજે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ક્યાંક માર્કેટ બંધ રહ્યાં છે, પરંત ગુજરાતનું જનજીવન રાબેતામુજબ ધબકી રહ્યું છે. આ વચ્ચે ક્યાંક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર બંધને સમર્થન આપીને ટાયર સળગાવાયા છે.    

ભારત બંધમાં ગુજરાતમાં કોંગ્રેસે ટાયરો સળગાવ્યા, ખેડૂત સમર્થનમાં નારા લાગ્યા

ઝી મીડિયા/બ્યૂરો :ખેડૂતોના ભારત બંધના આહવાન સામે આજે ગુજરાતમાં નહિવત અસર જોવા મળી છે. ક્યાંક માર્કેટ બંધ રહ્યાં છે, પરંત ગુજરાતનું જનજીવન રાબેતામુજબ ધબકી રહ્યું છે. આ વચ્ચે ક્યાંક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યાં છે. વડોદરા નેશનલ હાઈવે, અમદાવાદ માળીયા સ્ટેટ હાઈવે પર સાણંદ પાસે અને ભરૂચ-દહેજ હાઈવે પર બંધને સમર્થન આપીને ટાયર સળગાવાયા છે.    

ભારત બંધમાં ગુજરાત રાબેતા મુજબ ચાલુ, મોટાભાગના માર્કેટયાર્ડ ચાલુ રહેશે 

ટાયર સળગાવી વિરોધ કરાયો 
ભરૂચમાં ભારત બંધના પગલે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગી હતી. તો બીજી તરફ, વડોદરા શહેર કોંગ્રેસે નેશનલ હાઇવે 8 પર ટાયર સળગાવ્યા છે. જાંબુવાથી તરસાલી હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. હાઈવે પર ખેડૂત સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા. ભારત બંધના પગલે કોંગ્રેસનો આક્રમક કાર્યક્રમ કર્યા, તો બીજી તરફ વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. 

નેશનલ હાઈવે પર ટાયર સળગાવાની ઘટનાને પગલે વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વડોદરા શહેરને ફરતે હાઈવે પર ભારત બંધના એલાનના પગલે વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેર ફરતે તમામ ચાર રસ્તા પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દુમાડ ચોકડી પર પોલીસ સ્ટેન્ડબાય મોડમાં આવી ગઈ છે. મહિલા પોલીસ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો છે. આંદોલનકારીઓ આવે તો ડિટેઈન માટે ડબ્બો પણ તૈયાર રખાયો છે. 

kutch_protest_zee.jpg

શાકભાજી હાઈવે પર ફેંકીને વિરોધ
સાબરકાંઠાના પ્રાંતિજ હાઈવે ત્રણ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 40 કોંગ્રસ કાર્યકરો અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી. ખેડૂતો અને કોંગ્રસ કાર્યકરો દ્વારા હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર વિરોધ પ્રદર્શન કરતા અટકાયત કરાઈ છે. પ્રદર્શનકારીઓએ શાકભાજી નેશનલ હાઈવે પર ફેંકી હાઈવે બ્લોક કરી દીધો હતો. 

કચ્છમાં ટાયર સળગાવાયા 
કચ્છના ભૂજોડી ફાટક પાસે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરાયું. સાથે જ ટાયર સળગાવવામાં આવ્યા હતા. પોલીસ અને કાર્યકર્તા વચ્ચે હુંસાતુંસી થઈ હતી. તો સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓની ટિંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા રાજેશ આહીર, પ્રવક્તા દિપક ડાંગર સહિતના લોકોની અટકાયત કરાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news