રાજકોટઃ 24 વર્ષની ઉંમરમાં 28 કરોડનું કૌભાંડ આચરનારો ભેજાબાજ ઝડપાયો
બોટાદના તરધરા ગામના પ્રદિપ ખાચરની ફરિયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ આરોપી દેવાંગ નીતિન ચુડાસમાની ધરપકડ કરી છે. પ્રદિપ ખાચરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટેલીકોમ કંપની અને મોબાઈ રી-ચાર્જ માટેનાં સોફ્ટવેરની મદદથી ઊંચું વળતર આપવાનું જણાવી દેવાંગે તેની પાસેથી ધીમે-ધીમે કરીને રૂ.68 લાખ જેટલી રકમ સેરવી લીધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આરોપી દેવાંગે રાજકોટનાં મોટા માથા, વેપારીઓ, સરકારી બાબુઓનાં કુલ 28 કરોડનું કૌંભાડ આચર્યું છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ પોલીસે(Rajkot Police) એક એવા માસ્ટર માઇન્ડ(Master mind) શખ્સની ધરપકડ કરી છે જેણે 24 વર્ષની ઉંમરમાં 28 કરોડનું કૌંભાડ(Rs.28 crore scandle) આચર્યું છે. ટેલીકોમ કંપની અને મોબાઇલ રી-ચાર્જમાં રોકાણકારોને ઉંચું વળતર આપવાની લાલચ આપીને સમગ્ર કૌંભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ શખ્સની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
બોટાદના તરધરા ગામના પ્રદિપ ખાચરની ફરિયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ આરોપી દેવાંગ નીતિન ચુડાસમાની ધરપકડ કરી છે. પ્રદિપ ખાચરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટેલીકોમ કંપની અને મોબાઈ રી-ચાર્જ માટેનાં સોફ્ટવેરની મદદથી ઊંચું વળતર આપવાનું જણાવી દેવાંગે તેની પાસેથી ધીમે-ધીમે કરીને રૂ.68 લાખ જેટલી રકમ સેરવી લીધી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આરોપી દેવાંગે રાજકોટનાં મોટા માથા, વેપારીઓ, સરકારી બાબુઓનાં કુલ 28 કરોડનું કૌંભાડ આચર્યું છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રીકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેવી રીતે આચર્યું કૌભાંડ?
દેવાંગના કૌભાંડ અંગે વિગતો આપતાં રાજકોટ ઝોન-2ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, "આરોપી દેવાંગ ચુડાસમા પહેલા એરટેલ કંપનીમાં નોકરી કરતો હતો. ત્યાર બાદ તેણે પોતાની દુકાન ચાલુ કરી હતી. તેણે નીયો ટેલીકોમ અને વન ટેલીકોમ નામની એપ્લિકેશન બનાવી હતી. ત્યાર પછી તેણે રોકાણકારોને મોબાઇલ રી-ચાર્જ કરવા માટે રોકાણ કરવા અને 4 ટકા વળતર આપવાની લાલચ આપી હતી. મેસેજ મારફતે લોકોનો સંપર્ક કરતો હતો અને મોટા રોકાણકારોને પણ મોટું રોકાણ કરનારાઓનું રોકાણ કરાવશે તો સારું કમિશન આપવાની લાલચ આપતો હતો."
ડીસીપીએ વધુ વિગતો આપતા કહ્યું કે, "ભેજાબાજ દેવાંગે આ રીતે રાજકોટનાં જુદા-જુદા લોકો પાસેથી થોડા-થોડા કરીને રૂ.28 કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આરોપી આ કરોડો રૂપીયા જુગારમાં રૂપીયા હારી ગયો હતો. રોકાણકારો દ્વારા તેની પાસે ઉઘરાણી શરૂ થતાં દેવાંગ વિદેશ ફરાર થઇ જવાની ફિરાકમાં હતો. જોકે, એ પહેલા જ પોલીસને ફરિયાદ મળતાં તેને પકડી લેવામાં આવ્યો હતો. જોકે, તેના પકડાઈ ગયા પછી માત્ર 24 વર્ષના ભેજાબાજે 28 કરોડનું કૌભાંડ આચર્યાનું જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી."
પોલીસ એ વિચારી રહી છે કે, ભેજાબાજ દેવાંગ ચુડાસમાએ આટલા કરોડોનું કૌંભાડ આચર્યું હોવા છતાં ઇન્કમ ટેક્સ વિભાગ કે પછીં બેન્કોને પણ ગંધ ન આવવા દીધી તે બાબતે પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે