રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા

 રાજકોટના પડધરીમાં આવેલી એક કોટનના દોરાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેક્ટરીમાં આવેલા ગોડાઉનમાં કોટનના દોરાઓ મોટી માત્રામાં આવેલા હતા. જેમાં અગમ્ય કારણો સર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાય હતો. 

રાજકોટ: પડધરીમાં દોરા બનાવતી ફેક્ટરીમાં લાગી આગ, 200 કરોડના નુકશાનની આશંકા

સત્યમ હંસોરા/ રાજકોટ: રાજકોટના પડધરીમાં આવેલી એક કોટનના દોરાની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેક્ટરીમાં આવેલા ગોડાઉનમાં કોટનના દોરાઓ મોટી માત્રામાં આવેલા હતા. જેમાં અગમ્ય કારણો સર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાય હતો. 

ફેક્ટરીમાં આગ લગતા કરોડોનું નુકશાન 
કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાને કારણે ફેક્ટરીના માલિકને આશરે 200 કરોડ રૂપિયાનું નુકશાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આગ લાગતા જ ગોડાઉનમાં કોટનના દોરા પડેલા હોવાને કારણે આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી. ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો કરી અને ભારે જહેમત બાદ અત્યારે આગ પર થોડા અંશે આગ કાબૂમાં આવી છે. અત્યાર સુધીમાં 10 જેટલી ફાયરની ટીમોને સ્થળ પર હાજર કરી દેવામાં આવી છે.

ફેક્ટરીમાં કામ કરી રહ્યા 150 કર્મચારી 
આગ લાગી તે સમયે 150 કરતા પણ વઘારે કર્મચારી અને મજૂરો કામ કરી રહ્યા હતા. આગને કારણે કોઇ પણ વ્યક્તિને ઇજા નથી પહોંચી તમામ લોકોને સુરક્ષીત રીતે બહાર કાઢીલેવામાં આવ્યા છે. ફાયરની ટીમ દ્વારા 50 ટકા જેટલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આજુ બાજુના વિસ્તારમાંથી આશરે 10 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વનું છે, કે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી અકબંઘ છે. ત્યારે કલેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા તપાસ કરવા માટે સ્થળ પર પહોચ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news