રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 26 જાન્યુઆરીથી આમ્રપાલી બ્રિજ શરૂ થાય તેવી શક્યતા

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 26 જાન્યુઆરીથી આમ્રપાલી બ્રિજ શરૂ થાય તેવી શક્યતા
  • 29 કરોડ ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે અંડર બ્રિજ
  • આમ્રપાલી બ્રિજની 90% અને લક્ષ્મીનગર બ્રિજની 20% કામગીરી પૂર્ણ 

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા હલ કરવા અને શહેરને ફાટક મુક્ત બનાવવા માટે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે મનપા દ્વારા 4 ઓવરબ્રિજ અને 2 અંડરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે પૈકી શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર આવતા ફાટકો ઉપર ભારે ટ્રાફિક સર્જાતો હતા. તેથી આમ્રપાલી ફાટક અને લક્ષ્મીનગર નાળા ખાતે અંડરબ્રિજ બનાવવાની શરુઆત કરવામાં આવી હતી. ત્યારે આ બન્ને બ્રિજ પૈકી આમ્રપાલી અંડરબ્રિજનું કામ 90%, જ્યારે કે લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું કામ 20% પૂર્ણ થયું છે. આગામી 26મી જાન્યુઆરીના રોજ આમ્રપાલી અંડરબ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શકયતા જોવામાં આવી રહી છે.

rajkot_bridge_zee2.jpg

વધુ 4 નવા બ્રિજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી મનપા દ્વારા વધુ 4 બ્રિજ બનાવવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના હાર્દ સમા કે.કે.વી ચોક, નાના મવા ચોક, જડડુસ હોટેલ ચોક અને રામદેવપીર ચોક ખાતે બ્રિજ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે. જે માટે કુલ 716.63 કરોડનો અંદાજીત ખર્ચ આંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કાલાવડ રોડ સ્થિત કેકેવી ચોક ખાતે પાંચ માળ ઉંચો અને 1152 રનિંગ મીટર લાંબો ઓવરબ્રિજ 97.84 કરોડના ખર્ચે તૈયાર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news