જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

રવિવારનો દિવસ અકસ્માતનો દિવસ બન્યો છે. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. તો બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના મોડપર નજીક ખુલ્લા ફાટકમાં મોટરકાર અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી.

Updated By: Jan 19, 2020, 03:16 PM IST
જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

રાજુ રૂપારેલિયા/જામનગર :રવિવારનો દિવસ અકસ્માતનો દિવસ બન્યો છે. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. તો બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના મોડપર નજીક ખુલ્લા ફાટકમાં મોટરકાર અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી.

શિક્ષક પતિ સંસ્કાર ભૂલ્યો, શિક્ષિકા પત્નીની હત્યા કરીને બે સંતાનોને લઈ ફરાર થઈ ગયો

પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાના મીઠોઈ નજીકથી સાબરમતી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. ત્યારે મીઠોઈ પાસે ખુલ્લો ફાટક આવેલો છે. ખુલ્લા ફાટક પાસે મોટરકાર હતી. ત્યારે ટ્રેનની અડફેટે મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી. આ આ અકસ્માત નજરે જોનારા લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘડીભરમાં શું થઈ રહ્યું છે તે લોકો સમજી શક્યા ન હતા. કારમાં સવાર ત્રણ લોકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા. સારવાર માટે તમામને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક