ગુજરાતના વૈશ્વિક વિકાસમાં CM રૂપાણીના નેતૃત્વમાં મળ્યું વધુ એક ગૌરવ

 દેશમાં એકમાત્ર વિજય રૂપાણીને મળી ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ગુજરાતના વિકાસ વિશે માહિતી આપવાની તક 

ગુજરાતના વૈશ્વિક વિકાસમાં CM  રૂપાણીના નેતૃત્વમાં મળ્યું વધુ એક ગૌરવ

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં સીએમ રૂપાણીના નેતૃત્વનાં વધુ એક ગૌરવ મળ્યું છે. દેશભરમાંથી એક માત્ર મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ને યુ.એસ.ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમની લીડરશીપ સમિટના વિશેષ પબ્લિક સેશનમાં સંબોધન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ગુજરાતના અઢી દાયકાના સતત અવિરત વિકાસની સફળતાની ગાથાને મુખ્યમંત્રીએ વૈશ્વિક પ્લેટફોર્મ પર ઉજાગર કરી છે. 

૩૧ ઓગસ્ટથી શરૂ થયેલા નેવિગેટિંગ ન્યુ ચેલેન્જિસના પાંચ દિવસીય સેશનમાં  મુખ્યમંત્રીએ ગુરુવારે સાંજે વીડિયો કોન્ફરન્સથી વિશેષ સંબોધન કર્યું છે. કોરોનાની મહામારી પછીની સ્થિતિમાં વિશ્વમાં વિકાસ તકો અને સમૃદ્ધિ માટે ભારત યુએસ પાર્ટનરશીપ વિષયક મુખ્ય વિષય વસ્તુ સાથે આ સમિટ યોજવામાં આવી હતી. .આ સમિટમાં દેશના પ્રધાનમંત્રી, નાણામંત્રી, સેનાધ્યક્ષ સહિતના મહેમાનો આમંત્રિત હતા. જેમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં રોકાણની તકો સહિતની બાબતો પર પ્રભાવક સંબોધન કર્યું. ગુજરાત અને યુએસના સ્ટાર્ટઅપને સાથે મળી બિઝનેસ ઇકો સિસ્ટમ માટે ફોર્મલાઇઝ્ડ સ્ટાર્ટઅપ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું. કોરોનાની મહામારી પછીની સ્થિતિમાં વિશ્વમાં વિકાસ તકો અને સમૃદ્ધિ માટે ભારત યુએસ પાર્ટનરશીપ વિષયક મુખ્ય વિષય વસ્તુ સાથે આ સમિટ યોજવામાં આવી હતી. ગુજરાતની ઇકો સિસ્ટમથી યુએસ રોકાણકારો આકર્ષિત થઇ ગુજરાતને બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પસંદગી આપે છે તેવા પ્રતિભાવ તેઓએ સૂચવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, સેમી કન્ડક્ટર્સ, ઇલેકટ્રોનિક્સ, ઈ-વ્હીકલ જેવા ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપની સહભાગીતા ગુજરાત અને યુએસ બંને માટે લાભદાયી નીવડશે. 

તેઓએ કહ્યું કે, ગુજરાતમાં આવા ક્ષેત્રોમાં અમેરિકન કંપનીઓની ભાગીદારી પ્રેરિત કરવા માટે જરૂરી મદદ અને માર્ગદર્શન માટે રાજ્ય સરકાર સિનિયર નોડલ ઓફિસર નિયુક્ત કરશે. ગુજરાત યુએસ સાથે લાઇફ સાયન્સિસ, ડિફેન્સ સેક્ટર, પે્ટ્રો કેમિકલ્સ અને ક્લીન એનર્જી સહિત લોજીસ્ટીક્સ વેરહાઉસીંગ સેક્ટરમાં કોલોબ્રેશન માટે તત્પર છે. ગુજરાતમાં એપીઆઇ ઉત્પાદન માટે અમેરિકન ફાર્મા કંપનીઓને વિશાળ તકો રહેલી છે. અમે ભરૂચમાં બલ્ક ડ્રગ્સ પાર્ક અને રાજ્કોટ નજીક મેડીકેલ ડીવાઇસીસ પાર્ક શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકસાવી રહ્યાં છીએ. ગુજરાત ભારતનું ઇન્ડ્સ્ટ્રીયલ અને ફાર્માસ્યુટીકલ હબ બન્યું છે. ગુજરાતનો 1600 કિ.મી. લાંબો દરિયાકિનારો મીડલઇસ્ટ સહિત વિશ્વના દેશો માટે સામુદ્રિક વ્યાપારનું પ્રવેશ દ્વાર છે. ભારતનું ૪૦ ટકા એક્સપોર્ટ ગુજરાતના પોર્ટ્સ ઉપરથી થાય
છે.

તો બીજી તરફ, ગુજરાતમાં ઇઝ ઓફ લીવીંગ, સોશિયલ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસીલીટીઝ માટે મુખ્યમંત્રીને ફોરમના સભ્યોએ અભિનંદન આપ્યા હતા. આદિજાતિ વિસ્તારના હસ્ત કલાકારીગરોની ચીજવસ્તુઓને વિશ્વબજાર આપવા યુએસ કંપનીઓને સહભાગી થવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news