CAA અને NRC પર ફેલાવવામાં આવી રહેલા ભ્રમ પર PM મોદીએ કરી 10 મહત્વની વાતો
રામલીલા મેદાનમાં આયોજિત ભાજપ (BJP) ની ધન્યવાદ રેલીમાં પીએમ મોદીએ એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક મહત્વની વાતો કરી.
Trending Photos
નવી દિલ્હી: રામલીલા મેદાનમાં આયોજિત ભાજપ (BJP) ની ધન્યવાદ રેલીમાં પીએમ મોદીએ એનઆરસી અને નાગરિકતા સંશોધન કાયદાને લઈને અનેક મહત્વની વાતો કરી. તેમણે એનઆરસી(NRC) અને સીએએ (CAA)ને લઈને ઉડી રહેલી અફવાઓને દૂર કરી અને સીએએનો વિરોધ કરી રહેલા રાજકીય પક્ષોને પણ બરાબર આડે હાથ લીધા. આવો જાણીએ તેમણે એનઆરસી અને CAA પર શું કહ્યું.
1. નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ભારતના કોઈ પણ નાગરિક માટે, પછી ભલે તે હિન્દુ (Hindu) હોય કે મુસ્લિમ..તેમના માટે છે જ નહીં. આ વાત સંસદમાં બોલાઈ છે અને આ કાયદાને દેશમાં રહેતા 130 કરોડ લોકો સાથે કોઈ લેવાદેવા નથી.
2. કોંગ્રેસ અને તેના સાથીઓ, શહેરોમાં રહેતા કેટલાક ભણેલા ગણેલા અર્બન નક્સલીઓ, આ અફવા ફેલાવી રહ્યાં છે કે મુસલમાનોને ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવાશે. કઈક તો તમારા શિક્ષણની કદર કરો. એકવાર વાંચો તો ખરા કે નાગરિકતા સંશોધન કાયદો છે શું?
3. હજુ જે ભ્રમમાં છે, તેમને હું કહીશ કે કોંગ્રેસ અને અર્બન નક્સલીઓ દ્વારા ઉડાવવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની અફવા નર્યુ જૂઠ્ઠાણું છે. જે હિન્દુસ્તાનની માટીના મુસલમાનો છે તેમને નાગરિકતા સંશોધન કાયદા અને NRC બંને સાથે કોઈ લેવાદેવા નથી.
4. જે લોકો (શરણાર્થીઓ) વર્ષોથી ભારતમાં જ રહે છે તેમને જ CAA લાગુ થશે. કોઈ પણ નવા શરણાર્થીઓને આ કાયદાનો લાભ મળશે નહીં. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અને બાંગ્લાદેશથી ધાર્મિક સતામણીના કારણે આવેલા લોકોને સુરક્ષા માટે CAA બન્યો છે.
5. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ અને શીખ સાથીઓને જ્યારે પણ લાગે કે ભારત જવું જોઈએ તો તેમનું સ્વાગત છે. આ છૂટ ત્યારની ભારત સરકારના વચન મુજબ છે.
6. પાકિસ્તાનમાંથી જે શરણાર્થીઓ આવ્યાં છે તેમાંથી મોટાભાગના દલિત પરિવારમાંથી છે. ત્યાં આજે પણ દલિતો સાથે દુર્વ્યવહાર થાય છે. ત્યાં દીકરીઓ સાથે અત્યાચાર થાય છે. જબરદસ્તીથી લગ્ન કરાવીને તેમને ધર્મપરિવર્તન માટે મજબુર કરાય છે.
7. હું દલિત રાજનીતિ કરવાનો દાવો કરનારાઓને પણ પૂછવા માંગુ છું કે તમે આટલા વર્ષોથી ચૂપ કેમ હતાં. તમને આ દલિતોની તકલીફ કેમ દેખાઈ નહીં. આજે જ્યારે આ દલિતોના જીવનની સૌથી મોટી ચિંતા દૂર કરવાનું કામ મોદી સરકાર કરી રહી છે તો તમારા પેટમાં કેમ ચૂંક આવે છે.
8. શરણાર્થીઓનું જીવન શું હોય છે, કોઈ પણ વાંક વગર તમને તમારા ઘરોમાંથી કાઢી મૂકવામાં આવે તેનું દુખ શું હોય છે તે દિલ્હીથી વધુ સારી રીતે કોણ સમજી શકે. અહીં કોઈ એવો ખૂણો બચ્યો નથી કે જ્યાં ભાગલા બાદ કોઈ શરણાર્થીનું અને ભાગલાથી લઘુમતી બનેલા ભારતીયના આંસૂ ન પડ્યા હોય.
જુઓ LIVE TV
9. CAAનો વિરોધ કરનારાઓના હાથમાં જ્યારે હું ઈંટ અને પથ્થર જોઉ છું તો મને દુખ થાય છે. પરંતુ મારી સોચ અલગ છે. જ્યારે હું તેમના હાથમાં હિંસાનું સાધન જોઉ છું તો મને તકલીફ થાય છે. પરંતુ જ્યારે તેમનામાંથી કેટલાકના હાથમાં ત્રિરંગો જોઉ છું તો મને રાહત પણ મળે છે.
10. શરણાર્થી ક્યારેય પોતાની ઓળખ છૂપાવતા નથી. જ્યારે ઘૂસણખોર ક્યારેય સામે આવતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે