મુર્શિદાબાદ: CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જૂથ અથડામણમાં 2 લોકોના મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બે લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ પ્રદર્શનમાં દેસી બોમ્બ પણ ફેકાયા અને ગોળીઓ પણ ચાલી. રિપોર્ટ્સ મુજબ મુર્શિદાબાદમાં આજે નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઝડપ થઈ. જેમાં બે લોકોના મોત થયા. 

મુર્શિદાબાદ: CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જૂથ અથડામણમાં 2 લોકોના મોત

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બે લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યાં છે. અથડામણમાં બે લોકોના મોત થયા. એએનઆઈના જણાવ્યાં મુજબ મૃતકોના નામ અનિરુદ્ધ બીશ્વાસ અને મકબુલ શેખ છે. 

મળતી માહિતી મુજબ મુર્શિદાબાદના શાહેબનગર વિસ્તારમાં બુધવારે એક મુસ્લિમ સંગઠન નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યું હતું. ત્યારે જ અચાનક ટીએમસીના કાર્યકરો આવ્યાં અને પ્રદર્શનકારી સાથે ભીડી ગયાં. ટીએમસીના કાર્યકરોએ ત્યાં ઊભેલી મોટરસાઈકલો અને ગાડીઓમાં તોડફોડ શરૂ કરી દીધી. ત્યારબાદ ઝડપે હિંસક સ્વરૂપ લઈ લીધુ. ઘટનામાં બે લોકોને ગોળી  વાગી. 

જુઓ LIVE TV

ઘાયલોને તરત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન તેમના મોત થયાં. આ બાજુ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકો કયા જૂથના હતાં તે હજુ જાણવા મળ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news