જન્મ સમયે અપાતી આ એક રસી જીવલેણ કોરોનાના પ્રકોપથી બચાવી રહી છે ભારતીયોને?
પ્રકૃતિના દરેક કાર્ય પાછળ એક યોજના હોય છે. ખાસ કરીને પ્રાકૃતિ શક્તિઓની ઉપાસના કરનારા ભારતમાં માતા પ્રકૃતિ (Mother Nature) જો કોઈ પણ કેર લાવે છે તો તેની પાછળ પણ કારણ હોય છે. આજે કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે પરંતુ ભારતમાં તેનો પ્રભાવ સાવ ઓછો જોવા મળી રહ્યો છે. તેની પાછળ પણ કુદરતની યોજના જ છે. જેણે એક બીમારીની રસીને બીજી બીમારી સામે પ્રભાવી કરી નાખી.
Trending Photos
નવી દિલ્હી: પ્રકૃતિના દરેક કાર્ય પાછળ એક યોજના હોય છે. ખાસ કરીને પ્રાકૃતિ શક્તિઓની ઉપાસના કરનારા ભારતમાં માતા પ્રકૃતિ (Mother Nature) જો કોઈ પણ કેર લાવે છે તો તેની પાછળ પણ કારણ હોય છે. આજે કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં મોતનું તાંડવ મચાવી રહ્યો છે પરંતુ ભારતમાં તેનો પ્રભાવ સાવ ઓછો જોવા મળી રહ્યો છે. તેની પાછળ પણ કુદરતની યોજના જ છે. જેણે એક બીમારીની રસીને બીજી બીમારી સામે પ્રભાવી કરી નાખી.
દેશમાં કોરોના સંક્રમણ સમગ્ર દુનિયામાં ઓછું
આજે ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા એક લાખ ઉપર પહોંચી ગઈ છે. જ્યારે 3700થી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. પરંતુ સત્ય એ પણ છે કે ભારતમાં કોરોનાના ચેપનો દર પ્રતિ વ્યક્તિ દર સૌથી ઓછો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસની ટકાવારી 7.1 ટકા પ્રતિ લાખ છે. જ્યારે વિશ્વમાં કોવિડ 19ના આંકડાનો દર પ્રતિ લાખ 60 દર્દી છે. તેનો અર્થ એ થયો કે ભારતમાં એક લાખ લોકોમાં માત્ર 7 લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જ્યારે દુનિયામાં એક લાખ લોકો પર 60 લોકો કોરોનાના દર્દી જોવા મળી રહ્યા છે.
વિક્સિત દેશોની હાલત ખરાબ
WHO તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 17મી મેના રોજ અમેરિકામાં કુલ કેસ 14 લાખ 9 હજાર હતાં. જ્યારે કન્ફર્મ કેસનો દર 431 પ્રતિ લાખ હતો. રશિયામાં કોવિડ 19ના કુલ કેસ 2,81,752 નોંધાયા હતાં ત્યાં પણ કન્ફર્મ કેસોનો દર 195 પ્રતિ લાખ હતો. ત્રીજા સ્થાન પર બ્રિટન છે જ્યાં 17 મે સુધી કોરોનાના કુલ કેસ 2 લાખ 40 હજાર નોંધાયા હતાં જ્યારે કન્ફર્મ કેસની ટકાવારી 361 ટકા છે. ત્યારબાદ લિસ્ટમાં સ્પેન, ઈટાલી, બ્રાઝીલ, જર્મની, તુર્કી, ફ્રાન્સ અને ઈરાન જેવા દેશ સામેલ છે.
ભારતમાં કોરોનાનો પ્રકોપ અન્ય કરતા ઓછો કેમ?
ભારતમાં કોરોના વાયરસ એટલા માટે વધુ પ્રભાવિત જોવા નથી મળી રહ્યો કારણ કે ભારતીયોને બાળપણમાં જ BCG એટલે કે Bacillus Calmette-Guerin ની રસી અપાય છે. આ રસી ટીબી જેવા ઘાતક રોગથી બચાવવા માટે નવજાત બાળકોને જન્મ સમયે અપાય છે. એક જમાનો હતો કે ભારતમાં ટીબીને મોટી મહામારી ગણવામાં આવતી હતી. તેનાથી થતા મોતની સંખ્યા વધુ હતી. જેને પહોંચી વળવા માટે સરકારી નીતિ તરીકે નવજાત બાળકોને ટીબીની રસી અપાવવા લાગી. પરંતુ રશિયા, અમેરિકા, ઈંગ્લેન્ડ જેવા દેશોમાં ક્યારેય ટીબી મોટી સમસ્યા બની નથી. જેના કારણે ત્યાં નવજાત બાળકોને બીસીજીની રસી અપાતી નથી. પરંતુ કોણ જાણતું હતું કે આ રસી એક દિવસ કોરોના વાયરસને હંફાવવામાં સૌથી મોટું હથિયાર સાબિત થશે.
રિસર્ચ દરમિયાન થયા ખુલાસા
અમેરિકા અને બ્રિટનના ચિકિત્સા શોધર્તાઓએ 178 દેશોના ડેટાનું વિશ્લેષણ કરીને કોરોના વાયરસના પ્રસાર પર એક અભ્યાસ કર્યો. જેમાં એ વાત સામે આવી કે BCGની રસી લગાવનારા દેશોમાં કોરોનાના કેસ 10 ટકા ઓછા જોવા મળ્યાં છે. આ અભ્યાસમાં 178 દેશોના આંકડા ભેગા કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે બીસીજી રસીકરણવાળા દેશોમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોનો દર 10 લાખમા ફક્ત 38.4 સંક્રમિત વ્યકિતઓનો હતો. જ્યારે જે દેશોમાં બીસીજી રસી લગાવવાની પ્રથા નહતી ત્યાં પ્રતિ 10 લાખ વ્યક્તિઓ પર કોરોના સંક્રમણના કેસ 358.4 હતા.
એટલે કે બીસીજી રસી લગાવનારા દેશોથી લગભગ 9 ઘણો વધારે. બીસીજીની રસી કોરોનાથી થનારા મોતને પણ રોકી શેક છે. જે દેશોમાં બીસીજીની રસી મૂકાય છે ત્યાં કોરોનાથી થનારા મોતનો દર 4.28 વ્યક્તિ પ્રતિ 10 લાખ હતો. જ્યારે વિક્સિત દેશોમાં આ દર પ્રતિ 10 લાખ 40 વ્યક્તિનો હતો. એટલે કે 10 ગણો વધારે.
આ અભ્યાસ મેટર મિસેરિકોર્ડિયા યુનિવર્સિટી હોસ્પિટલ, ડબલિનના પોલ હેગર્ટી અને હેલેન જાફિરકિસ તથા બેયર કોલેજ ઓફ મેડિસિન હ્યુસ્ટનના એન્ડ્ર્યૂડીનાર્ડોએ કર્યો છે.
ટીબી વિરુદ્ધ ભારતનું મોટું અભિયાન
ભારતમાં ટીબી એક ખતરનાક બીમારી તરીકે ઓળખાય છે. હજુ પણ તે સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી. હાલ ભારતમાં દુનિયાના 40 ટકા ટીબીના દર્દીઓ છે. સરકારે વર્ષ 2025 સુધીમાં ટીબીને ખતમ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. દેશમાં ટીબીની આ ગંભીરતા જોતા વર્ષ 1048થી જ આક્રમક BCGનું રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના કારણે ભારતીયોની રોગપ્રતિકારક ક્ષમતા એટલી વધી ગઈ છે કે તેણે કોરોના જેવા ખતરનાક વાયરસને પણ માત આપવા માડી.
જુઓ LIVE TV
બીસીજીની રસીની કોરોના પ્રતિકારક ક્ષમતા જોઈને પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વાયરસ વિરુદ્ધ રસી તૈયાર કરવા માટે અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે આશા છે કે તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.
કોરોનાની વૈશ્વિક સ્થિતિ
હાલ સમગ્ર દુનિયામાં લેટેસ્ટ અપડેટ મુજબ કોરોના વાયરસના 54,05,096 કેસ નોંધાયા છે. જ્યારે 343,982 લોકો મોતને ભેટ્યા છે. જેની સામે 22,47,322 લોકો સાજા થઈને ઘરે ગયા છે. કોરોનાનો સૌથી વધુ પ્રકોપ અમેરિકામાં જોવા મળ્યાં છે જ્યાં હાલ સ્થિતિ એવી છે કે 16 લાખથી વધુ કોરોનાના કેસ છે. જ્યારે મોતનો આંકડો એક લાખની નજીક પહોંચ્યો છે. ત્યારબાદ બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઈટલી, ફ્રાન્સનો નંબર આવે છે. હાલ કોરોનાના પ્રકોપને જોઈએ તો ભારતનો નંબર 11 છે જ્યાં 1,31 હજાર જેટલા કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે