દિલ્હી હિંસા: ચાંદબાગ નાળામાં લાશ ફેંકવાનો VIDEO સામે આવ્યો, ત્યાંથી જ મળ્યું હતું IB કર્મચારીનું ડેડબોડી

દિલ્હી હિંસા દરમિયાન ચાંદબાગ નાળાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓ હત્યા કર્યા બાદ લાશને છૂપાવવા માટે નાળામાં નાખી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ વીડિયો બનાવ્યો છે. આ નાળામાંથી જ આઈબી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો.

Updated By: Feb 27, 2020, 02:51 PM IST
દિલ્હી હિંસા: ચાંદબાગ નાળામાં લાશ ફેંકવાનો VIDEO સામે આવ્યો, ત્યાંથી જ મળ્યું હતું IB કર્મચારીનું ડેડબોડી

નવી દિલ્હી: દિલ્હી હિંસા દરમિયાન ચાંદબાગ નાળાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓ હત્યા કર્યા બાદ લાશને છૂપાવવા માટે નાળામાં નાખી રહ્યા છે. સ્થાનિક લોકોએ આ વીડિયો બનાવ્યો છે. આ નાળામાંથી જ આઈબી કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો. નોંધનીય છે કે આપના કોર્પોરેટર તાહિર હુસૈન પર દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ભાજપના નેતા કપિલ મિશ્રાએ તાહિર હુસૈન પર ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે તાહિર હુસૈનનો હિંસામાં હાથ છે અને IB કર્મચારી સહિત 3 લોકોની હત્યા માટે તે જવાબદાર છે. ઝી ન્યૂઝને પણ તાહિરના ઘરના ધાબેથી તોફાનમાં ઉપયોગમાં લેવાતો સામાન મળ્યો છે. તાહિરના મકાનની છત પરથી પથ્થર અને પેટ્રોલ બોમ્બ મળી આવ્યાં છે. 

Delhi violence: હિંસામાં 34ના મોત, દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જજની બદલી

પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં આવેલા ભાજપના નેતા કપિલ મિશ્રાએ આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન પર મોટો આરોપ લાગવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે તાહિર હુસૈન હિંસા પાછળ છે અને આઈબી કર્મચારી સહિત 3 લોકોની હત્યા માટે જવાબદાર છે. 

જુઓ VIDEO

PM મોદીના નિર્દેશ પછી દિલ્હીમાં અજીત ડોભાલે શરૂ કર્યું 16 કલાકનું ઓપરેશન, હવે સ્થિતિ નિયંત્રણમાં

કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો છે કે હત્યારો તાહિર હુસૈન જ છે. ફક્ત અંકિત શર્મા જ નહીં પરંતુ ચાર છોકરાઓને તે ઢસડીને લઈ ગયો હતો અને તેમાથી 3ની લાશ મળી છે. વીડિયોમાં તાહિર હુસૈન પોતે નકાબપોશ છોકરાઓ સાથે લાકડી, પથ્થર, ગોળીઓ, પેટ્રોલ બોમ્બ સાથે જોવા મળી રહ્યો છે. તાહિર હુસૈન સતત કેજરીવાલ અને AAP નેતાઓ સાથે વાત કરતો હતો. 

દિલ્હી હિંસા અને IB કર્મચારી અંકિત શર્માની ક્રુર હત્યામાં AAP નેતા તાહિર હુસૈનનો હાથ?

બુધવારે પણ મિશ્રાએ એક ટ્વીટમાં તાહિર હુસૈન પર હિંસામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. મિશ્રાએ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તાહિર હુસૈન પણ તેમાં હાજર છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ઝી ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ તાહિર હુસૈનનું નામ સામે આવ્યું છે. બુધવારે જ્યારે Zee News ની ટીમે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં જઈને ગ્રાઉન્ડ  રિપોર્ટિંગ કર્યું. આ દરમિયાન એવા લોકોને પણ મળ્યાં જેઓ આ હિંસાનો ભોગ બન્યા છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ એ લોકો સાથે પણ વાત કરી જેમણે પોતાના લોકોને ગુમાવ્યાં છે. ઝી ન્યૂઝની ટીમ જ્યારે હિંસાગ્રસ્ત ચાંદબાગ વિસ્તારમાં ગઈ તો દરેકની જીભે એક જ નામ હતું અને તે નામ હતું તાહિર હુસૈનનું. 
લોકોનું કહેવું હતું કે તાહિર હુસૈનનો સંબંધ આમ આદમી પાર્ટી સાથે છે અને તાહિર હુસૈનના ઘરમાં ખુબ હથિયારો રાખવામાં આવ્યાં હતાં અને સેંકડોની સંખ્યામાં ઉપદ્રવીઓએ તેના ઘરમાં શરણ લીધી હતી અને તાહિર હુસૈનના ઘરમાંથી જ લોકોએ પથ્થરમારો કર્યો. કેટલાક લોકોના જણાવ્યાં મુજબ તો છત પરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...