છત્તીસગઢઃ જાણો રમણસિંહની સરકારની હારના પાંચ સૌથી મોટા કારણ
કિસાન સતત ફસલના ભાવને લઈને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરતા આવ્યા છે, જેનું નુકસાન ભાજપને થયું છે.
Trending Photos
રાયપુરઃ છત્તીસગઢમાં આવી રહેલા રુઝાનોમાં ભારતીય જનતા પાર્ટીના સૂપડા સાફ થતા દેખાઈ રહ્યાં છે. 90 સીટોમાંથી કુલ 58 સીટો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 23 સીટો પર સમેટાઇ ગઈ છે. જ્યારે ગત ચૂંટણીમાં ભાજપને 50 સીટો મળી હતી. છત્તીસગઢમાં ભાજપની આ મોટી હાર પાછળ ઘણા કારણ છે, જાણો આ વખતે ભાજપ ક્યાં ફેલ થઈ ગયું..
1. રમન સિંહ વિરુદ્ધ એન્ટી ઇન્કબન્સી
2003થી રાજ્યમાં સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીને આ વખતે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પહેલા રમન સિંહ વિરુદ્ધ માહોલ દેખાતો હતો, જેનું વલણ એક્ઝિટ પોલમાં પણ જોવા મળ્યું હતું. પરંતુ કોઈને આશા ન હતી કે ભાજપના ગઢ કહેવાતા છત્તીસગઢમાં રમન સિંહનું સૂપડું સાફ થઈ જશે.
2. કિસાનોની નારાજગી
રમન સિંહ ભલે રાજ્યમાં ચાવલવાળા બાબાના નામથી ઓળખાતા હોય, પરંતુ કિસાનોની નારાજગી આ વખતે તેમના પર ભારે પડી છે. કિસાનો વચ્ચે રમન સિંહ સરકાર વિરુદ્ધ ગુસ્સો મતદાનમાં નીકળીને આવ્યો હતો. કિસાનો સતત પાકના ભાવને લઈને ભાજપ વિરુદ્ધ પ્રદર્શન કરતા આવ્યા છે, જેનું મોટું નુકસાન ભાજપે ચૂંટણીમાં ભોગવવાનો વારો આવ્યો છે.
3. ચાલી ગયો કર્જમાફીનો માસ્ટરસ્ટ્રોક
રાજ્યમાં કિસાન રમન સિંહની સરકારથી નારાજ હતા. તેનો ફાયદો કોંગ્રેસે પૂરી રીતે ઉઠાવ્યો છે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કરેલા કિસાનોની કર્જમાફીના વાયદાએ માસ્ટરસ્ટ્રોકની જેમ કામ કર્યું છે. આજ કારણે રાજ્યમાં કોંગ્રેસની લહેર જોવા મળી છે.
4. નક્સલવાદ પર નિષ્ફળતા
રમન સિંહની હારનું મોટુ કારણ આ વખતે નક્સલવાદ પર નિષ્ફળતા પણ રહી છે. નક્સલવાદી વિસ્તારમાં સતત થી રહેલા હુમલા અને આ વખતે તે વિસ્તારમાં બમ્પર મતદાન પણ થયું હતું. આ પરિણામ દર્શાવી રહ્યું છે કે, આ મતદાન રમણ સરકાર વિરુદ્ધ હતું. નક્સલવાદી ક્ષેત્રોમાં બક્સર, દંતેવાડા જેવી સીટો આવે છે.
5. દલિત-આદિવાસિઓએ બગાડ્યો કોંગ્રેસનો ખેલ
છત્તીસગઢમાં કુલ 31.8 ટકા મતદાતા આદિવાસિ સમુદાયમાંથી છે અને 11.6 ટકા મતદારો દલિત છે, એટલે કે રાજ્યમાં સત્તાની ચાવી તેના પર છે. અત્યાર સુધી આવેલા રુઝાનોમાં દલિત-આદિવાસિ વિસ્તારમાં ભાજપને હાર મળી રહી છે. જ્યારે ભાજપ માત્ર શહેરી વિસ્તારમાં સારૂ પ્રદર્શન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે