રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ નહિ, પણ 21 નંબરના આંકડાએ હરાવ્યા છે

રાહુલ ગાંધીએ અમેઠી સીટ પર પૂરેપૂરુ પરિણામ જાહેર થતા પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં હારનો સ્વીકાર કરી લીધો હતો. 1967માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ પર ત્રીજીવાર એવું બન્યુ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. 

રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ નહિ, પણ 21 નંબરના આંકડાએ હરાવ્યા છે

અમદાવાદ :ભૂતકાળમાં યુપીમાં કોંગ્રેસનો ભલે કેટલોય ખરાબ સમય ચાલી રહ્યો હોય, પરંતુ રાયબરેલી અને અમેઠી બેઠકો પર તેને હંમેશા જીત મળતી આવતી હતી. રાયબરેલી સીટ પરથી સોનિયા ગાંધી અને અમેઠી પરથી રાહુલ ગાંધી હંમેશાથી જીતતા આવ્યા હતા. પરંતુ આ વખતે દિગ્ગજ બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલને જીતમાં ધૂળ ચાટતા કરી દીધા છે. ખુદ રાહુલ ગાંધીએ અમેઠી સીટ પર પૂરેપૂરુ પરિણામ જાહેર થતા પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં હારનો સ્વીકાર કરી લીધો હતો. 1967માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ પર ત્રીજીવાર એવું બન્યુ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. 

Gujarat Election Result Live : ગુજરાતમાં ફીર એકબાર મોદી સરકાર, તમામ 26 બેઠક પર ભાજપ જીત તરફ આગળ

આ હારમાં એક રસપ્રદ આંકડો સામે આવ્યો છે, જે છે 21 નંબર. દર 21 વર્ષ બાદ કોંગ્રેસને અમેઠીમાં હારનો સામનો કરવો પડે છે, તેવુ ઈતિહાસ કહે છે. આ જ આંકડો રાહુલ ગાંધીની હાર માટે પણ જવાબદાર રહ્યો. પહેલીવાર 1977માં ઈન્દિરા ગાંધી દ્વારા ઈમરજન્સી લગાવવામાં આવતા દેશભરમાં કોંગ્રેસનો વિરોધ થયો હતો. ત્યારે સંજય ગાંધી આ સીટ પરથી હારી ગયા હતા. આ પહેલીવાર બન્યું હતું, જ્યારે અમેઠી સીટ કોંગ્રેસના હાથમાંથી ગઈ હતી. તેમને જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપે હરાવ્યા હતા. 

તેના બરાબર 21 વર્ષ બાદ 1998માં કેપ્ટન સતીષ શર્માને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને બીજેપીના ઉમેદવાર સંજય સિંહે હરાવ્યા હતા. 1998 બાદ હવે ફરીથી 21 વર્ષ પૂરા થયા છે અને કોગ્રેસનું પરિણામ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની હાર સામે આવી છે.

ઉલ્લેખનીય છે કે, બીજેપીના સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને 40000 હજારથી વધુ વોટથી આગળ ચાલી રહ્યાં છે. આ પહેલા 2014માં સ્મૃતિ ઈરાનીએ તેમને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ હાર બાદ સ્મૃતિ ઈરાનીએ સતત 5 વર્ષ અમેઠીમાં મહેનત કરી હતી અને તેઓ અહીં એક્ટિવ રહ્યા હતા. જેનો આર્શીવાદ તેમને 2019ના ઈલેક્શનમાં મળ્યો છે. 

અમેઠીનો ગઢ ઉખેડવાની સાથે જ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં માત્ર 1 સીટ પર સમેટાઈ ગઈ છે. રાયબરેલી સીટ જીતવામાં સોનિયા ગાંધી સફળ રહ્યાં છે. જોકે, તેમની જીતની લીડ ગત ઈલેક્શન કરતા બહુ જ ઘટી ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news