Corona Update: દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,080 દર્દીઓ નોંધાયા છે.

Corona Update: દેશમાં કેવી છે કોરોનાની સ્થિતિ? ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: દેશમાં કાગડોળે કોરોનાની રસીની વાટ જોવાઈ રહી છે. જો કે તહેવારોની સીઝન પૂરી થતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રોજના નવા કેસ હવે 40 હજારની અંદર પહોંચ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 32,080 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 97,35,850 પર પહોંચી ગઈ છે. જેમાંથી 3,78,909 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 92,15,581 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

36,635 દર્દીઓ એક જ દિવસમાં રિકવર
તાજા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 36,635 દર્દીઓ રિકવર થયા છે. જે રીતે રિકવરી રેટ સતત વધી રહ્યો છે તે એક સારો સંકેત છે. કોરોનાના કારણે એક જ દિવસમાં 402 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,41,360 પર પહોંચી ગયો છે. 

With 402 new deaths, toll mounts to 1,41,360. Total active cases at 3,78,909.

Total discharged cases at 92,15,581 with 36,635 new discharges in the last 24 hours. pic.twitter.com/67lXf6bqFE

— ANI (@ANI) December 9, 2020

દેશમાં કોરોનાના કુલ 14,98,36,767 ટેસ્ટ કરાયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 14,98,36,767 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે. જેમાંથી 10,22,712 સેમ્પલનું ગઈ કાલે એટલે કે 8મી ડિસેમ્બરે ટેસ્ટિંગ કરાયું. 

— ANI (@ANI) December 9, 2020

ગુજરાતમાં કોરોનાના નવા 1325 કેસ
રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો પ્રકોપ ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના નવા 1325 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 221493 થઈ છે. રાજ્યમાં કુલ 203111 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4110 થયો છે. 

ગુજરાતમાં કોરોનાથી એક જ દિવસમાં 15 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાંથી સૌથી વધુ 9 લોકોના મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. એક જ દિવસમાં રિકવરીની વાત કરીએ તો નવા 1325 કેસની સામે 1531 લોકો કોરોનાને હરાવવામાં સફળ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,03,111 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાથી સાજા થવાનો દર 91.70 ટકા થયો છે. 

રાજ્ય સરકારના દાવા છે કે કોરોના ટેસ્ટિંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 60,875 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા પ્રતિ દિન 936.54 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા કરાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83,71,433 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news