કોરોના live: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 768 કેસ, 33 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સ્થિતિ ચિંતાજનક
કોરોના વાયરસને લઈને જોખમ સતત વધતુ જાય છે. દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દર્દીઓની સંખ્યા વધીને 6412 થઈ ગઈ છે. જ્યારે 199 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને જોખમ સતત વધતુ જાય છે. દેશભરમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. દર્દીઓની સંખ્યા વધીને 6412 થઈ ગઈ છે. જ્યારે 199 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અત્રે જણાવવાનું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં 678 કેસ નવા આવ્યાં છે અને 33 લોકોના મોત થયા છે. અમેરિકાની વાત કરીએ તો ખતરનાક સ્થિતિ છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1783 લોકોના મોત થયા છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતિ છે. ત્યાં એક જ દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યાં જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. ગુરુવારે રાજ્યમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 229 કેસ સામે આવ્યાં જ્યારે 25 લોકોના મોત થયાં. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 1364 કેસ સામે આવ્યાં છે. જ્યારે 97 લોકોએ જીવ ગુમાવ્યાં.
મહારાષ્ટ્રમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યાં છે. બુધવારે રાજ્યમાં 150 કેસ અને 18 લોકોના મોતના આંકડા સામે આવ્યાં હતાં જ્યારે ગુરુવારે તો તેનાથી પણ એક ડગલું આગળ જઈને કોરોનાએ જાણે નેશનલ રેકોર્ડ સ્થાપ્યો. પોઝિટિવ કેસ વધવાનો દર બુધવારે 6.2 ટકા હતો જ્યારે ગુરુવારે તો 7.1 ટકા થઈ ગયો.
64 ટકા કેસ ફક્ત મુંબઈથી
ગુરુવારે જે 25 લોકોના મોત થયા તેમાંથી 10 પુણેથી રિપોર્ટ થયા. હવે રાજ્યમાં 97 મોત સાથે 100નો આંકડો પૂરો કરવામાં માત્ર 3 બાકી રહ્યાં છે. જ્યારે મુંબઈમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં ગુરુવારે 162 નવા કેસ નોંધાયા જે એક જ દિવસમાં સૌથી વધુ છે. આ સાથે જ મુંબઈમાં અત્યાર સુધીમાં 876 કેસ સામે આવ્યાં છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી કોરોનાના કુલ કેસોમાં 64 ટકા એકલા મુંબઈથી છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 54 લોકોએ જીવ ગુમાવ્યાં છે.
જો કે ગુરુવાર સુધીમાં 1364 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યાં. રિકવરી બાદ 125 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા. જ્યારે 35533 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 4731 લોકો ઈન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટાઈન છે. મુંબઈમાં ગુરુવારે 9 લોકોના મોત થયાં.
જુઓ LIVE TV
આ બાજુ હરિયાણા રાજ્યએ કોરોના વોરિયર્સ માટે મોટો નિર્ણય લીધો છે. સ્વાસ્થ્યકર્મીઓને ડબલ સેલરી આપવામાં આવશે. જેમાં કોરોના દર્દીઓની દેખભાળમાં લાગેલા ડોક્ટરો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સામેલ છે.
સમગ્ર દુનિયામાં કોરોનાથી 92000 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાડા 15 લાખ લોકો આ મહામારીની ચપેટમાં આવ્યાં છે અને દિન પ્રતિદિન આંકડો વધતો જ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે