ભારતની 'સંજીવની'થી કોરોના હારશે? PM મોદીએ યોજી મહત્વની બેઠક

દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાના સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. ભારતમાં કોરોનાની 4 વેક્સિન (રસી) પર અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલુ છે. દુનિયાભરમાં કોરોનાથી અઢી લાખથી વધુ લોકોના જીવ ગયા છે. આમ તો અનેક દેશોએ એવો દાવો પણ કર્યો છે કે તેમની કોરોના વેક્સિન પર તેમની ટ્રાયલ સફળ રહી છે. ભારત પણ જલદી સારા સમાચાર આપી શકે છે. પીએ મોદીએ મંગળવારે કોરોના વેક્સિન અને સારવારને લઈને સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં અનેક એક્સપર્ટ્સ હાજર હતાં. 

ભારતની 'સંજીવની'થી કોરોના હારશે? PM મોદીએ યોજી મહત્વની બેઠક

નવી દિલ્હી: દેશમાં ઝડપથી ફેલાતા કોરોનાના સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. ભારતમાં કોરોનાની 4 વેક્સિન (રસી) પર અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલુ છે. દુનિયાભરમાં કોરોનાથી અઢી લાખથી વધુ લોકોના જીવ ગયા છે. આમ તો અનેક દેશોએ એવો દાવો પણ કર્યો છે કે તેમની કોરોના વેક્સિન પર તેમની ટ્રાયલ સફળ રહી છે. ભારત પણ જલદી સારા સમાચાર આપી શકે છે. પીએ મોદીએ મંગળવારે કોરોના વેક્સિન અને સારવારને લઈને સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં અનેક એક્સપર્ટ્સ હાજર હતાં. 

કોરોના વાયરસથી બચવા માટેની વેક્સિનની ભારતમાં અંતિમ તબક્કામાં ટ્રાયલ છે. કોરોના પર ભારતમાં 30થી વધુ રસી પર અલગ અલગ તબક્કામાં કામ ચાલી રહ્યું છે. જેમાંથી 4 દવાઓ અંતિમ તબક્કામાં છે. આ તમામ પ્રોગ્રેસ અને તેમની ઝીણામાં ઝીણી વિગતો અંગે પીએમ મોદીએ સમીક્ષા કરી. આ અંગેના વિશેષજ્ઞોને તેમણે સર્વશ્રેષ્ઠ આપવા માટે કહ્યું અને એ વાતની ખાતરી અપાવી કે દરેક જરૂરી સંસાધન સરકાર તેમને પૂરું પાડશે. 

— ANI (@ANI) May 5, 2020

દવા-રસી માટે હેકથોન
પીએમ મોદીએ સજેશન આપ્યું કે દવા, રસી અને તપાસ સંબંધિત મામલે હેકથોનનું પણ આયોજન થવું જોઈએ. તથા તેના માટે સ્ટાર્ટ અપ કંપનીઓએ પણ સામે આવવું જોઈએ. 

દેસી રસીથી કોરોના પર પ્રહાર!
ભારતની વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ વેક્સિન બનાવવાની ખુબ નીકટ છે. કંપની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે વેક્સિનના ઉત્પાદન પર ઝડપથી કામ કરી રહી છે. કોરોનાકાળમાં ભારતમાં અનેક સફળ પ્રયોગ થયા છે તેમાંથી એક છે કોરોના સંક્રમણની તપાસ માટે સસ્તી રેપિડ કિટ આ ઉપરાંત માસ્ક અને વેન્ટિલેટર પણ મોટા પાયે  તૈયાર થઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત દુનિયાના અનેક દેશોને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીનની દવા આપીને મદદ પણ કરી હતી આથી આવામાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વેક્સિન રિસર્ચમ ભારત દુનિયાની સામે સફળ પરિણામો આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news